હૈદરાબાદ જેવા મોટા શહેરમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટનામાં ફરી એકવાર દેશ એક થયો છે અને બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યો છે. દરેક મહિલાઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. લોકોએ રસ્તાઓ પર ઉતરીને બળાત્કારીઓને ફાંસીની સજા આપવા માટે સરકારને દબાણ આપ્યું છે. પણ તમે નહિ જાણતા હશો કે ભારતમાં ક્યારે અને કયા બળાત્કારીને ફાંસીની સજા અપાઈ છે.
14 ઓગસ્ટ 2004 આ એક માત્ર તારીખ છે જે દિવસે માત્ર એક બળાત્કારીને સરકારે ફાંસીની સજા આપી હતી. સગીર છોકરી સાથે બળાત્કાર કરી હત્યાના કેસમાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. ધનંજયને કલકત્તાની અલીપુર જેલમાં ફાંસી આપી હતી. જે ઘટનાને 15 વર્ષ વિતી ગયા છે. ત્યારથી લઇને આજ દિવસ સુધી લગભગ 4 લાખ બળાત્કારના કેસ નોંધાય ચુક્યા છે પણ આ 15 વર્ષમાં એક પણ બળાત્કારીને ફાંસીની સજામળી નથી. ધનંજયને ફાંસી આપી તે સમયે મનમોહન સિંહની સરકાર હતી અને કલામ રાષ્ટ્રપતિ પદે હતા. ધનંજય ચેટર્જીએ પણ દયાની ભીખ માંગી હતી પણ કલામે તેની અરજી નો ઇનકાર કર્યો હતો.
હૈદરાબાદ જેવા મોટા શહેરમાં મહિલા ડોકટરની સાથે થયેલી ઘટના બાદ ફરી એક વખત નિર્ભયા ગેંગ રેપની ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે. સમગ્ર દેશભરના લોકોને હચમચાવનાર નિર્ભયા ગેંગરેપને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી તેના દોષિતોને ફાંસીની સજા નથી મળી. નિર્ભયા કેસમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે આ દોષિતોને ફાંસીની સજા ફરમાવી છે પરંતુ એક પણને સજા નથી મળી.
એક બાજુ નિર્ભયાના દોષિતોને ફાંસી વ્હેલામાં વ્હેલી તકે તેવી માગે જોર પકડ્યું છે તો બીજી તરફ એશિયાની સૌથી મોટી જેલમાંની એક તિહાર જેલ પાસે જલ્લાદ જ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ છે કે દોષિતોને ફાંસીની સજા કઈ રીતે આપવામાં આવશે. કોર્ટ માંથી ડેથ વોરંટ ઈશ્યૂ થયા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાનો રસ્તો સાફ થઈ જશે.
વિવિધ દેશોમાં છે આવા આવા કાયદાઓ
સાઉદીમાં રેપના આરોપીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે.
અમેરિકામાં ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે છે.
યૂએઇમાં બળાત્કારીને એક અઠવાડિયામાં જ ફાંસી આપી મારી નાખવામાં આવે છે.
ચીનમાં ડી.એન.એ. મેચ થતાં સીધી જ ફાંસી આપી મારી નાખવામાં આવે છે.
જર્મનીમાં ગેસ ચેમ્બરમાં બળાત્કારીઓને ધકેલી દેવાય છે.
ઘણા બધા દેશોમાં આરોપીને ઇલેક્ટ્રીક ખુરશી પર બેસાડીને 2 હજાર વોટનો કરંટ આપી મૃત્યુ અપાય છે.
સામન્ય માણસ તો સમજ્યા પણ 4 નેતાઓ સામે નોંધાયો છે બળાત્કારનો કેસ
ભારત દેશમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને 1 કલાકમાં 5 છોકરીઓ સાથે બળાત્કાર થાય છે. ભારતમાં જી.ડી.પી. ઘટે તો હોબાળો થાય છે પણ આજ સુધી એવું ક્યારેય થયું નથી કે બળાત્કારના કેસોમાં થોડો પણ ઘટાડો થયો હોય.
સમગ્ર દેશભરમાં હાલમાં જુદા-જુદા કાયદાઓ અંતર્ગત 3 કરોડ કેસો ચૂકાદો આવવાની રાહ જોઈ રહયા છે. જે અંતર્ગત 3 લાખ કેસો તો દેશની અલગ અલગ 21 હાઈકોર્ટમાં ચૂકાદાની રાહ જોઈ રહ્યાં છે. આ કેસોમાં દોઢ લાખ કેસ તો ફક્ત બળાત્કારના છે. દેશની લોકસભા અને વિધાનસભામાં બેસેલા 30 ટકા નેતાઓ સામે કેસ થયેલા છે. જેમાં 51 પર તો મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ સામે બળાત્કારના કેસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.