Ambalal Patel Weather Forecast: હવામાન ખાતાની આગાહી મુજબ 12-05-2024થી તા.16-05-2024 દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, સુરત જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી (Ambalal Patel Weather Forecast) કરવામાં આવી છે. ત્યારે આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડુતોને સૂચના આપવામાં આવી છે.
કમોસમી વરસાદમાં પાકના રક્ષણ માટે ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખે
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અને સૌરાષ્ટ અને કચ્છ વિસ્તારના કચ્છ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન અને કમોસમી માવઠું એટલે કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું જોઈએ.
કોઈપણ અગવડ પડે તો આપેલા ટોલ ફ્રી નંબરમાં જાણ કરવી
ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 18001801551નો સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા હોય છે. તેમ છતાં આ મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App