સુરત: શહેરીજનોને આધાર કાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે લોક સરકાર દ્વારા કરાઈ અરજી

કતારગામ ઝોનના આધારકાર્ડ નોંધણી અને સુધારણા સેન્ટર પર 16 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી નવા અરજદારોને ટોકન આપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવતા ગુરુવારે સાંજે અટવાઈ ગયેલા લોકોએ રોષ ઠાલવી મોરચો માંડયો હતો. સાથે જ તાકીદે ગીત વધારવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી હતી.

ડભોલીના સંકલ્પ રેસીડેન્સીમાં રહેતા લોક સરકારના હાર્દિક અણઘણ કતારગામ ઝોન ઓફિસમાં આવેદન આપ્યું હતું. લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે, હાલ શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે.સાથે જ સરકારી યોજનામાં પણ આધારકાર્ડ ફરજીયાત જરૂર પડતી હોવાથી વિવિધ આધાર સેન્ટર ઉપર લોકોનો ઘસારો થાય છે, તે સ્થિતિમાં કતારગામ ઝોનમાં સમાવિષ્ટ દૂરના વિસ્તારોમાંથી આધાર સેન્ટર પર લોકોની લાંબી લાઈનો લાગેલી રહે છે.

છેલ્લા દિવસોમાં જ આધાર સેન્ટર પર અરજદારોની ભીડ વધી ગઈ છે.૧૬મી ડીસેમ્બર થી આધાર નોંધણી અથવા તો તેના સુધારણાની નવી કામગીરી આગામી પંદર દિવસ સુધી બંધ કરી દેવાઇ છે.

જવાબદારોએ અરજદારોના ઘસારાને અનુરૂપ વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે ૩૧મી ડિસેમ્બર સુધી નવા ટોકન વહેંચણીની પ્રક્રિયા બંધ કરી હોવાના બોર્ડ પણ મારી દીધા છે. પરંતુ અટવાતા લોકોની હાલાકી દૂર કરવાનો પ્રયાસ કર્યો નથી.કતારગામ ઝોનમાં વધતી જનસંખ્યા અને વિસ્તારની તુલનામાં આધાર સેન્ટર પર અપૂરતી  કિટના કારણે પરેશાની થઈ રહી છે.આધાર સેન્ટર ઉપર ૧૫ દિવસ સુધી બંધ રાખવામાં આવેલ કામગીરીને લીધે ગુરુવારે કતારગામ ઝોન પર અટવાઈ રહેલા અરજદારોએ હંગામો કર્યો હતો. ડભોલીના લોકસરકાર સંસ્થાના નેજા હેઠળ અરજદારોએ હૈયા વરાળ ઠાલવી. અરજદારોએ તાત્કાલિક સેન્ટર ઉપર કીટ વધારવા અથવા તો નવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *