ભાવનગરના બાલ યોગીનગરમાં ગુરુવારની મોડી રાત્રે થયેલા એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતકને સજાતીય સબંધ ધરાવવાનો શોખ હોય તમણે બોલાવેલા શખ્સોએ જ તેની સાથે પહેલા સબંધ બાંધીને તેને ગળે ફાસો દઈ લાશને પંખે લટકાવી હોવાનું અને બાદમાં ઘરમાંથી 1.50 લાખની લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલા બાલ યોગીનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલને સજાતિય સબંધ બાંધવાનો શોખ ભારે પડયો હતો અને તેના બદલામાં તેને મોત મળ્યું હતું. બાલ યોગીનગરમાં રહેતો આ વ્યક્તિ શહેરની નાણાવટી બજારમાં એક સોની વેપારીને ત્યાં નોકરી કરતો હતો. પોતે પૈસે ટકે સુખી હતો અને તેને 2 સંતાન હોવા છતાં સજાતીય સબંધ બાંધવાનો શોખ હતો. 2 દિવસ પહેલા જીતેન્દ્રસિંહ તેમની સાથે 8 માસથી સજાતીય સબંધ બંધાતા તેના મિત્રને ઘરે આવવા ફોન કર્યો હતો અને વાહીદે તેમના મિત્રો સાથે કરેલ પ્રિપ્લાન મુજબ તેણે ના પાડી અને કહ્યું કે હું બહારગામ છું. જો તમે ઈચ્છતા હોવ તો મારા મિત્રોને મોકલી આપું અને તેણે અન્ય 2 શખ્સોને જીતેન્દ્રસિંહ પાસે મોકલ્યા હતા. અને વાહીદ અને તેનો મિત્ર પાછળથી પહોંચી ગયા હતા અને વાહીદે કરેલા પ્લાન મુજબ આ બંને શખ્સોએ સજાતીય સબંધ બાંધીને જીતેન્દ્રસિંહને દોરડા વડે ગળે ટૂંપો દીધો હતો. બાદમાં જીતેન્દ્રસિંહની લાશને દોરડા વડે પંખે લટકાવીને તેમના ઘરે રહેલા સોનાના દાગીના અને તેમનું મોટર સાયકલ લઇને ભાગી ગયા હતા. મરીજનારના પત્ની અને પૂત્રો જયારે બહારથી ઘરે આવ્યા ત્યારે તેમને જીતેન્દ્રસિંહની લાશ જોતા ભાંગી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે લૂંટ અને હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી તેમાં 4 શખ્સો ઝડપાઇ જવા પામ્યા છે.
મૃતકના પત્ની નજીકમાં રહેતા તેમના બેહેનને ત્યાં બેસવા માટે ગયા હતા અને બંને પુત્રો કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો મૃતકના પરિવારે આમ તો લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જ્યારે આરોપી ઝડપાયા ત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો અને મૃતક સજાતીય સબંધ ધરાવતો હોવાનું સામે આવતા પોલીસ અને પરિવાર અચંબામાં પડી ગયો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી મોબાઈલ તેમજ 1.50 લાખના સોનાનાં દાગીના અને મૃતકનું બાઈક કબ્જે લીધા છે અને આગળ તપાસ હાથ ધરી છે.
જોવા જઈએ તો ભાવનગરમાં છેલ્લા 15 દિવસમાં 3 હત્યાના બનાવ બન્યા હતા અને આ વિષય ચર્ચાનો બન્યો હતો. જેમાં પોલીસે 2 ઘટનામાં આરોપીઓને ઝડપી લીધા છે અને હજુ એક હત્યાનો આરોપી ફરાર છે પરંતુ બાલ યોગીનગરની હત્યામાં કંઈક નવું નીકળતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે.
આરોપીઓ
વાહીદ ઉર્ફે ઉબૈદ હુસેનભાઈ મોદન, સાહિલ હનીફભાઇ કરદોરીયા, આરીફ ઉર્ફે પુનો ઇકબાલ સૈયદ, સેજાદ ઉર્ફે જીણો બસીરભાઈ કુરેશી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.