ભાજપ રૂપી ગંગામાં નહાતાની સાથે જ અજીત પવારને ક્લિનચીટ,એક સાથે 9 કેસો થયા બંધ

ભાજપની સાથે આવતાં જ અજીત પવારને રાહત મળી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને એસીબીએ ક્લીનચીટ આપી છે. 9 મામલાઓમાં અજીત પવાર વિરૂદ્ધ એસીબીને…

ભાજપની સાથે આવતાં જ અજીત પવારને રાહત મળી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને એસીબીએ ક્લીનચીટ આપી છે. 9 મામલાઓમાં અજીત પવાર વિરૂદ્ધ એસીબીને કંઈ ન મળતા તેમને ક્લીનચીટ આપી છે. આ સાથે જ અજીત પવાર વિરૂદ્ધ ચાલતા 9 કેસ એક સાથે બંધ થઈ ગયા છે. જોકે, એસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, આ શરતી ક્લિનચીટ છે જેમાં હાલમાં પૂરાવા મળ્યા નથી. ભવિષ્યમાં પૂરાવા મળશે તો કેસને આગળ ધપાવશે. આમ અજીત પવારને ક્લિનચીટ આપીને ભાજપે આ મામલાને બંધ કરી દીધા નથી. ભવિષ્યમાં ગઠબંધન તૂટયું તો આ કેસો ફરી ખૂલે તેવી પણ સંભાવના છે. ભાજપના વોશિંગ પાવડરમાં ધોવાઈને પવાર સાફ સુથરા બની ગયા છે. ભાજપની આ જ ખાસિયત છે.

સિંચાઈ કૌભાંડમાં 3000 ટેન્ડર વિરૂદ્ધ તપાસ ચાલી રહી હતી. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે અને પ્રજાતંત્રનું ચીરહરણ થઈ રહ્યું છે તેમ જણાવ્યું છે. ભારતના રાજકારણમાં વધુ એક વખત સાબિત થયું છે કે ગમે તેટલા મોટા કૌભાંડી હોય તો ભાજપની સાથે બેસતાં તેઓના દાગ તરત જ દૂર થઇ જાય છે. મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ડ્રિપ ઇરીગેશન કૌભાંડમાં એસીબીએ ક્લિનચીટ આપી દીધી છે.

આ કૌભાંડ આશરે 70,000 કરોડનું હતું જેમાં મહારાષ્ટ્રના વિવિધ સિંચાઇ પ્રોજેક્ટ્સની મંજૂરી અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા જોવા મળી હતી. આ પહેલા નવેમ્બર 2018 માં એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્રમાં આશરે 70 હજાર કરોડના કથિત સિંચાઈ કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારને દોષી ઠેરવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અજિત પવારે પોતાની પાર્ટી NCP સાથે દગો કરીને ભાજપ સાથે મળી સરકાર બનાવી હતી.  એસીબીના જણાવ્યા અનુસાર અજિત પવારને માત્ર 9 કેસમાં રાહત મળી છે અને પુરાવાના અભાવને કારણે આ કેસ બંધ કરાયા છે. સિંચાઇ કૌભાંડથી સંબંધિત 3000 પ્રોજેક્ટ્સની તપાસ ચાલી રહી છે. ફક્ત તે જ કેસો બંધ કરવામાં આવ્યા છે જેમાં કંઈ મળ્યું નથી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે એનસીપીના નેતા શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના 70 જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ મની લોન્ડરિંગનો ગુનો નોંધાતા અજિત પવારની અડચણ વધી હતી. માનવામાં આવી રહ્યું છે કે અજિત પવારને ઇડીના કેસમાં પણ ક્લિનચીટ આપી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *