Eat Snakes News: શું તમે કયારે સંભાળ્યું છે કે આજે તો ડીનેરમાં સ્નેક ખાવા મળશે!, નહિ ને?, આપણને થાય આ એક ઘાતક અને ઝેરી પ્રાણી છે. આપણને તેની પાસે જતા પણ બીક લાગે છે. પરંતુ કેલાક લોકો છે જેઓનું પ્રિય ભોજન સાપ છે. જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. સાપ તેમનો પ્રિય ખોરાક છે. તેઓ એક વર્ષમાં 10 હજાર ટન સાપ ખાઈ જાય (Eat Snakes News) છે. તો ચાલો જાણીએ આ દેશ કયો છે?
તમે ચીનના લોકોની ખાવાની આદતો વિશે તો સાંભળ્યું જ હશે. ત્યાંના લોકો કોઈપણ જીવને ખાવામાં શરમાતા નથી. કૂતરા અને સાપ તેમનું પ્રિય ભોજન છે. ચીનમાં સાપનો વપરાશ એટલો વધારે છે કે દર વર્ષે લોકો હજારો ટન સાપ ખાય છે. ચાઈના વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એસોસિએશનના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચીનમાં લોકો એક વર્ષમાં 10 હજાર ટન સાપ ખાઈ જાય છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ચીનના ગુઆંગડોંગમાં રેસ્ટોરન્ટમાં લોકો દરરોજ 20 ટન સાપ ખાય છે.
શાંઘાઈ અને ગુઆંગડોંગના લોકો સાપને સૌથી વધુ ખાય છે.
સર્વે રિપોર્ટના આધારે ચાઈના વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એસોસિએશને લોકોને ચેતવણી આપી છે કે જે પ્રાંતોમાં લોકો મોટી માત્રામાં સાપ ખાઈ રહ્યા છે ત્યાં સાપની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે. દક્ષિણ ચીનના શાંઘાઈ અને ગુઆંગડોંગમાં લોકો સાપ ખાવાના એટલા શોખીન થઈ ગયા છે કે આખા દેશમાં આ બે જગ્યાએ સૌથી વધુ સાપ ખાઈ રહ્યા છે. રિપોર્ટનું માનીએ તો એક વાત એ પણ સામે આવી રહી છે કે શાંઘાઈમાં આવા 6000થી વધુ રેસ્ટોરાં છે, જ્યાં લોકોને સાપ પીરસવામાં આવે છે. આ રેસ્ટોરાંમાં વાર્ષિક 4000 ટન સાપ ખવાય છે.
કોબ્રાનું માંસ 14 ડોલર પ્રતિ કિલોગ્રામમાં વેચાય છે
ચીનના લોકો પીટ વાઇપર, કોબ્રા, મીઠા પાણીના સાપ અને દરિયાઈ સાપને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. આ સાપ કિલોના આધારે વેચાય છે અને તમામ સાપ માટે અલગ-અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, બજારમાં કોબ્રાની કિંમત 14 ડૉલર પ્રતિ કિલોગ્રામ છે અને પિટ વાઇપર 42 ડૉલર પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. શાંઘાઈમાં મોટાભાગના લોકો સાપ ખાય છે અને અહીં સાપનો પુરવઠો સૌથી વધુ છે. અહીંના રેસ્ટોરાંના મેનુમાં સાપને ડ્રેગન મીટ તરીકે ઓળખવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App