વિજય માલ્યા ધંધે લાગ્યો- આ રીતે એકએક રૂપિયો પાછો લેવામાં આવશે, જાણો વિગતે

ભાગ વિજય ભાગ ઉદ્યોગપતિ વિજય માલ્યાની સંપત્તિને લીલામ કરીને લોનના બાકી પૈસાની વસુલાત કરવા માટે વિશેષ અદાલતે બેન્કોને મંજૂરી આપી દીધી છે. માલ્યા પર 11,000 કરોડ રુપિયા કરતા વધારે છે અ્ને માલ્યાને સરકાર આર્થિક ભાગેડુ જાહેર કરી ચુકી છે.જોકે કોર્ટે આ મામલામાં સબંધિત પક્ષોને 18 જાન્યુઆરી સુધી બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે સમય આપ્યો છે.

ગયા વર્ષે ઈડીએ મની લોન્ડરિંગ માટેની વિશેષ કોર્ટને જાણકારી આપી હતી કે, પ્રોપર્ટીની હરાજી કરવા માટે અમને કોઈ વાંધો નથી.જે બેન્કોની લોન બાકી છે તેમાં એસબીઆઈ અને બીજી બેન્કો સામેલ છે.જેમને માલ્યા પાસેથી 6200 કરોડ રુપિયા વસુલવાના છે.

વિજય માલ્યા પર બેન્કો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે.2016માં ગૂપચૂપ દેશ છોડી ગયેલા માલ્યા અત્યારે બ્રિટનમાં રહે છે અને બ્રિટનમાં કોર્ટે તેમને જામીન આપેલા છે. આ પહેલાં ઈડીએ કહ્યું હતું કે આ વસૂલીથી તેમને કોઈ જ આપત્તિ નથી. માલ્યાના વકીલે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ માત્ર ડેટ રિકવરી ટ્રીબ્યૂનલ જ નક્કી કરી શકે છે.

જો કે સ્પેશિયલ પીએમએલએ કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધીનો સ્ટે લગાવ્યો છે. કે જેથી માલ્યા આ આદેશ વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. ડિસેમ્બર મહિનામાં વિજય માલ્યાના કેસમાં લંડન કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે જાન્યુઆરીમાં વિજય માલ્ય પર પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.

આ ઉપરાંત વિજ્ય માલ્યા વિરૂદ્ધ દેવાળિયા જાહેર કરવાની અરજી પણ ફગાવવામાં આવી શકે છે કે રદ થઈ શકે છે. થોડા સમય પહેલાં ભાગેડુ વિજય માલ્યાએ ટ્વિટ કરી ફરી એક વખત પોતાની લેણી નીકળતી પૂરેપૂરી રકમ ચુકવવાની તૈયારી દાખવી હતી. બેંકના લગભગ 9 હજાર કરોડ રૂપિયા ન ચુકવવા, ફ્રોડ તેમજ મની લોન્ડ્રીંગના મામલે બ્રિટનમાં કેસ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *