નવા વર્ષે રસોડા નું બજેટ ખોરવાયું, ઘરગથ્થુ ગેસ સિલિન્ડરમાં આટલા રૂપિયાનો વધારો

નવા વર્ષના પ્રથમ દિવસે જ લોકોને રસોડામાં મોંઘવારીનો ઝટકો મળ્યો છે. ગેસ કંપનીઓએ વગર સબસીડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં આ રીતે ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર હવે 714 રૂપિયાનો થઇ ગયો છે. વધેલા ભાવ બુધવાર એટલે કે નવા વર્ષની સવારે જ લાગુ થઈ જશે.

ડિસેમ્બરમાં દિલ્હીમાં વગર સબસિડીના ગેસની કિંમત 695 રૂપિયા હતી. સતત પાંચમા મહિને રાંધણગેસના સિલિન્ડરના બજાર ભાવમાં વધારો થયો છે.કંપનીઓ દરેક મહિને રેટ રીવિઝન કરે છે.જાન્યુઆરી માટે રીવિઝન કર્યા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ વગર સબસિડીના ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે.

તે જ રીતે ધંધાકીય સિલિન્ડરના ભાવમાં 29.5 રૂપિયાનો વધારો કર્યો છે. વેપારીઓએ હવે સિલિન્ડર માટે દિલ્હીમાં 1241 રૂપિયા આપવા પડશે. કલકત્તામાં વગર સબસીડી ઘરગથ્થું ગેસ સિલિન્ડર 747 રૂપિયા નો, મુંબઈમાં 684 રૂપિયા અને ચેન્નઈમાં 734 રૂપિયાનો થઇ ગયો છે. ધંધાકીય સિલિન્ડરની કિંમત જોઈએ તો કોલકાતામાં 1308 રૂપિયા, મુંબઈમાં 1990 અને ચેન્નઈમાં 1363 રૂપિયા થઈ ગયા છે.

પહેલા હતો આટલો ભાવ

ડિસેમ્બરમાં દિલ્હીમાં ઘરગથ્થું વગર સબસીડીવાળા સિલિન્ડર માટે 695 રૂપિયા આપવા પડતા હતા. કલકત્તામાં તેનો ભાવ 725.50 રૂપિયા હતો. તેમજ મુંબઈ અને ચેન્નઈ માં ઘરગથ્થુ વગર સબસિડીના સિલિન્ડર ની કિંમત ક્રમશ 665 અને 714 રૂપિયા હતી.

ગયા વર્ષે મોદી સરકારે આપી હતી ભેટ

સૌને ખ્યાલ છે તેમ ગયા વર્ષે નવા વર્ષ ના અવસરે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી દેશવાસીઓને ગિફ્ટ આપી હતી. તે વખતે વગર સબસીડીવાળા સિલિન્ડરની કિંમતમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *