ન્યુઝ એજન્સી ANIએ આપેલીમાહિતી અનુસાર ભારતીય વાયુસેના એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં ઘૂસીને 1000 કિલોગ્રામ થી વધુ દારૂ ગોળો વરસાવીને જૈશ એ ના આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા છે.ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલા આ હુમલા ને એર સ્ટ્રાઇક પણ માનવામાં આવી રહી છે. સેના દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું પરંતુ ANI એ આ વાતને સમર્થન આપ્યું છે. કાશ્મીરના પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1000 કિલો બોમ્બ સાથે હુમલો કર્યો છે.
આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. 12 મિરાજ વિમાનથી આ હુમલો કરવામાં આવ્યો છે.
આ હુમલા બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે ટ્વીટ કરીને આ મામલે થોડા ફોટો શેર કરીને આ હુમલાને લીધે થયેલી તબાહીની તસવીરો જાહેર કરી છે.
પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે.
પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા. સાથે સાથે ગફુર એ દાવો પણ કર્યો છે કે આ સ્ટ્રાઇક થી પાકિસ્તાનમાં કોઈ નુકસાન થયું નથી, બૉમ્બ વર્ષા ખુલ્લા ભાગમાં કરવામાં આવી હતી.