કરોડો હિન્દુઓની આસ્થાના ધામ કેદારનાથમાં બુટ પહેરી ઘૂસ્યો મજૂર, મૂર્તિ સાથે જે કર્યું તે જુઓ વીડિયોમાં

Kedarnath: ઉતરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામમાં બુટ પહેરી આંટા મારવા અને મંદિરની મૂર્તિઓ સાથે છેડછાડ કરનાર એક મજૂર વિરુદ્ધ (Kedarnath) કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર વ્યક્તિ કેદારનાથ પુનર નિર્માણ કાર્યમાં એક કંપનીનો મજૂર છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ ભૈરવનાથ મંદિરના પરિસરમાં બુટ પહેરી આટા ફેરા કરી રહ્યો છે અને મૂર્તિઓ સાથે લાકડીનો ઉપયોગ કરી છેડછાડ કરતો દેખાઈ રહ્યો છે. આ આખો ઘટનાક્રમ મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

પૂજારીએ મજુરની આ કરતુત પર દુઃખ વ્યક્ત કર્યું
વિડીયો વાયરલ થયા બાદ કેદારનાથ મંદિરના પૂજારીઓએ આ ઘટના અંગે મૌન તોડ્યું હતું અને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે આ વિડીયો જૂનો છે અને આરોપી સજ્જન કુમાર એક કન્સ્ટ્રક્શન કંપનીનો મજુર છે જે કેદારનાથ પુન: નિર્માણ કાર્ય સાથે જોડાયેલો છે.

પોલીસે સજ્જન કુમારના ઠેકેદાર અને કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ કલમ 298 અને 331 અંતર્ગત કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે અને તેના માટે એક અલગ ટીમની રચના કરવામાં આવી છે.

પોલીસે મજૂરને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી
જણાવી દઈએ કે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ધામમાં જવાની કોઈપણ વ્યક્તિને અનુમતિ હોતી નથી. ફક્ત કેદારનાથમાં પોલીસ દ્વારા ત્યાં પુન: નિર્માણનું કાર્ય કરી રહેલા લોકો માટે જ મંજૂરી આપવામાં આવી છે. ત્યાં ફક્ત મજૂરો કામ કરવા માટે જાય છે. એવામાં આનો લાભ ઉઠાવી એક મજૂરે મંદિર પરિસરમાં ઘુસી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડે એવી હરકત કરી છે. પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.