ઉત્તરાયણના પર્વને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. બજારમાં આ વખતે મંદીનો માહોલ છે. પણ જે લોકોને ઉત્તરાયણનો શોખ છે તે બજારમાં પતંગ અને ફીરકીઓ લેવા માટે ઉમટી પડ્યા છે. પણ આ વખતે સુરતના પોલીસ કમિશનરે જાહેર નામું બહાર પાડી આદેશ કર્યો છે કે, આગામી બે દિવસ એટલે કે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર માટે પ્રતિબંધ છે.
સુરતીવાસીઓ જો તમારે ટુ વ્હીલર પરથી પસાર થવું હશે તો હવે આગામી બે દિવસ સુધી તમારે ઓવરબ્રિજની નીચેથી જ પસાર થવું પડશે. એટલે તમારે જો ઉત્તરાયણ મનાવવા કોઈ સંબંધી કે મિત્રના ઘરે જવાનું હોય તો એવો રસ્તો પસંદ કરજો કે જ્યાંથી ઓવરબ્રિજ ન આવતો હોય. કેમ કે, ઉત્તરાયણને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
સુરત પોલીસ કમિશનરે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી આ જાહેરનામું બહાર પાડ્યું છે. ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ટુ વ્હીલર ચાલકો દોરીનાં નિશાન ન બને તે માટે આ જાહેરનામું બહાર પડાયું છે. તો બીજી બાજુ આ જાહેરનામાને કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે. કેમ કે, ઓવરબ્રિજ પર પ્રતિબંધ લાગતાં સુરતીવાસીઓને ટ્રાફિકનો સામનો કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.