તમે ઘણી વાર સાંભળતા હશો કે શાળામાં કે ટ્યુશનમાં વિદ્યાર્થીઓના અફેર્સ થઇ જતા હોય છે. અને છોકરા અને છોકરીના ચક્કર બાર આવતા હોય છે. પણ અત્યારે એક એવી ઘટના સામે આવી છે જેના વિષે તમે જાણી એકદમ ચોંકી જશો.આ ઘટનામાં એક મહિલા ટીચરે એક વિદ્યાર્થીને ભગાવી લઇ ગઈ હતી. આ ઘટના ગુજરાતની જ છે.(સાંકેતિક તસ્વીર)
ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારી ગાંધીનગર પહોંચ્યા હતા. અને ફરિયાદ નોંધી કે તેમના 14 વર્ષના છોકરાને તેની 26 વર્ષીય ક્લાસ ટીચર તેને ભગાડી ગઈ છે. આ ઘટના સાંભળી ગાંધીનગર પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ઉદ્યોગ ભવનમાં કામ કરતા આ અધિકારીએ કહ્યું કે મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પણ ગુમ છે.
પોલીસે જણાવતા કહ્યું હતું કે, “છેલ્લા એક વર્ષથી છોકરા અને તેની ક્લાસ ટીચર વચ્ચે કથિતરુપે અંતરંગ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો.” પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, “તેમનો આ સંબંદ સામાજીક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે.”(સાંકેતિક તસ્વીર)
સાથે-સાથે અધિકારીએ વધુમાં કહ્યું કે ભાગ્યે જ એવા કેસ જોવા મળે છે જેમાં મહિલા શિક્ષિકા તેના ટીનેજ વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોય. કલોલ પોલીસે આ કેસમાં IPCની કલમ 363 અંતર્ગત FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. FIR મુજબ શિક્ષિકા કલોલ ગામના દરબારી ચોલમાં રહેતી હતી.
વિદ્યાર્થીના પિતાએ FIRમાં જણાવતા કહ્યું છે કે, “જ્યારે સાંજે 7 વાગ્યે હું પહોંચ્યો તો જોયું કે ઘરમાં દીકરો નહોતો જેથી પત્નીને પૂછતા તેણે જણાવ્યું કે તે સાંજે 4 વાગ્યે થોડીવારમાં આવવાનું કહીને બહાર ગયો છે. અમે ત્યારબાદ આસપાસ અને સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ ક્યાંથી કશું જ જાણવા મળ્યું નહોતું.”(સાંકેતિક તસ્વીર)
ત્યારબાદ તેમણે વધુમાં જણાવતા હતું કે “ત્યારબાદ તેઓ શિક્ષિકાના ઘરે પણ ગયા હતા પરંતુ ત્યાં પણ કોઈ નહોતું.” પોલીસે કહ્યું કે, “ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે સેલ ફોન ન લઈ ગયા હોવાથી શોધવામાં મુશ્કેલી આવી રહી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.