હવે સોનું-ચાંદી ખરીદવા માટે જરૂર પડશે આ બે મહત્વના કાર્ડની, સરકાર લાવી રહી છે નવો નિયમ

હવે તમે જ્યારે નજીકની જ્વેલરી શોપમાંથી સોના કે ચાંદીના ઘરેણા ખરીદવા જાવ તો પાન કાર્ડ કે આધાર કાર્ડ સાથે લેવાનું ન ભૂલતા. અત્યાર સુધી રૂ.…

હવે તમે જ્યારે નજીકની જ્વેલરી શોપમાંથી સોના કે ચાંદીના ઘરેણા ખરીદવા જાવ તો પાન કાર્ડ કે આધાર કાર્ડ સાથે લેવાનું ન ભૂલતા. અત્યાર સુધી રૂ. 2લાખથી વધુના સોના-ચાંદીના ઘરેણાની ખરીદી પર જ પાન નંબર આપવો પડતો હતો પરંતુ આવનારા બજેટમાં આ મર્યાદા ઘટાડીને રૂ. 50,000થી 1 લાખ કરી દેવાય તેવી શક્યતા છે. આથી હવે રૂપિયા 50,000નું સોનુ ખરીદવા પર પણ તમારે પાન નંબર આપવો પડે તેવી શક્યતા છે.

મની લૉન્ડ્રિંગ અને કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકાર ટૂંક સમયમાં સોના-ચાંદીની ખરીદી પર પાન અને આધાર નંબર ફરજિયાત કરવા જઈ રહી છે. આ સંબંધિત નાણા મંત્રાલયે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. નાણા મંત્રાલય અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેમાં આધાર અને અન્ય આઈડી પ્રુફ પણ સામેલ કરવામાં આવી શકે છે.

સરકાર કાળુ નાણુ પકડવા પ્રયત્નશીલ

સરકાર કાળુ નાણુ પકડવા પ્રયત્નશીલ છે તેવા સમયે સોનાની ખરીદી કરનારા ગ્રાહકો પર સરકાર જાપ્તો વધારે તો નવાઈ નહિ. નોટબંધી પછી બિનહિસાબી આવક ધરાવનારા લોકોએ જૂની 500 અને 1000ની નોટમાંથી જ્વેલરી, લગડી અને પ્રોપર્ટી ખરીદી રહી છે. આવા સમયે બલેક્મની ધરાવનારાઓને પકડવા સરકાર 50,000થી વધુના ગોલ્ડ કે જ્વેલરીની ખરીદી પર પાન નંબર, આધાર કાર્ડ કે ગ્રામ્ય વિસ્તારમાં કિસાન ક્રેડિટ કાર્ડ નંબર આપવાનું ફરજિયાત બનાવે તો નવાઈ નહિ.

વેરિફિકેશન કરાવવું જરૂરી બનશે

નવેમ્બર 2019માં નોટબંધી અને જૂલાઈ 2017માં જીએસટી લાગુ કર્યા બાદ સરકારે તમામ નાણાકીય ગતિવિધિઓ પર બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં પણ હજુ સરકાર વધું મજબૂતાઈ સાથે આર્થિક લેવડ દેવડ વાળા વ્યવહારો પર ધ્યાન રાખી રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.જૂલાઈ 2019માં રજૂ કરેલા બજેટમાં સોના-ચાંદી પર આયાતી કિમત 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધું છે. જેનો જ્વેલર્સોએ વિરોધ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે, સોના-ચાંદીની તસ્કરી વધી ગઈ.

હાલમાં 2 લાખથી વધુના સોના-ચાંદી ખરીદવા પર પાન જરૂરી

બ્લેક મની અને મની લોન્ડ્રીંગ પર લગામ લગાવવા માટે સરકાર ઓગસ્ટ 2017માં 50 હજાર રૂપિયાથી વધારેના જ્વેલર્સ ખરીદીને પીએમએલએ એક્ટ અંતર્ગત લાવ્યા હતા. પણ ટેકનિકલ કારણોએ તેને ખતમ કરી નાખ્યો. હાલના સમયમાં બે લાખથી વધુના સોના-ચાંદીની ખરીદી પર પાન નંબર અનિવાર્ય છે. જો કે, જ્વેલર્સ લાંબા સમય સુધી આ મર્યાદાનો વિરોધ કરી રહ્યા છે. જ્વેલર્સોનું કહેવું છે કે, આ મર્યાદા વધારી પાંચ લાખ કરવામાં આવે.

નવા નિયમોથી થશે તકલીફ

સરકાર જે આ નવા નિયમ લાવી રહી છે, તેનાથી સામાન્ય લોકોને તકલીફ થશે. ભારત એક પરંપરાનો દેશનો છે અહીં દિકરીના લગ્નમાં 2 લાખ સુધીની જ્વેલરી આપવામાં આવે છે. જો આ નિયમ બનશે તો સામાન્ય લોકોને પોતાનો આધાર નંબર આપવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *