Chardham Yatra News: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ (Chardham Yatra News) જતા ગુજરાતીઓ સાવચેત થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી. ડરના કારણે 50 ટકા ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ કર્યું છે. અનેક શ્રદ્ધાળુએ ચારધામ યાત્રાએ આ વર્ષે જવાનું સ્થગિત કર્યું છે.
આ સ્થળો પર પસંદગી
મે-જૂનમાં ચારધામ યાત્રા શરૂ થાય છે પરંતુ પહલગામ હુમલા બાદ ગુજરાતીઓએ જમ્મુ-કાશ્મીરના બદલે ઉત્તરાખંડ, કેરળ, હિમાચલ પ્રદેશ,અરૂણાચલ પ્રદેશ તરફ નજર દોડાવી છે. આ રાજ્યોના બુકિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, તેમાં હવે યુદ્ધ થશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. આ સ્થિતિને જોતા ચારધામ યાત્રાએ જવાનું લોકો ટાળી રહ્યા છે, તેમજ નવા બુકિંગ છેલ્લા પાંચ-છ દિવસથી બંધ જ થઈ ગયા છે. ટુર ઓપરેટરોના કહેવા પ્રમાણે આ વર્ષે માત્ર 5000 ગુજરાતીઓ ચારધામ જશે.
2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલશે
ચારધામ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓ માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે. આ ઉપરાંત, ભક્તો સરળતાથી મંદિરોના દર્શન પણ કરી શકશે. ચારધામ યાત્રા જોલી ગ્રાન્ટથી બે ધામો બદ્રીનાથ અને કેદારનાથ માટે વીસ જૂન સુધી હેલિકોપ્ટર બુકિંગ 70 ટકા સુધી થયું છે.
જ્યારે મે મહિના સુધી કંપનીના એમઆઈ-17 ડબલ એન્જિન હેલિકોપ્ટર જોલી ગ્રાન્ટ હેલીપેડ પહોંચશે. જ્યારે અક્ષય તૃતીયાના દિવસે 30 એપ્રિલે ગંગોત્રી, યમુનોત્રી, 2 મેના રોજ કેદારનાથ અને 4 મે ના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખૂલવા સાથે થશે.
વરસાદ થશે તો હેલીકૉપટર સેવા બંધ થશે
જેમાં બે ધામની મુલાકાત બાદ શ્રદ્ધાળુઓ જોલી ગ્રાન્ટ હેલી પેડ પરત ફરશે. જેમાં એક દિવસમાં બે ધામના દર્શન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામા આવશે.જોકે,આ વર્ષે રોયલ્ટી વધારતા ભાડામા પણ વધારો કરવામાં આવ્યો છે. જોલી ગ્રાન્ટથી બંને ધામો માટે બુકિંગ ફક્ત 20 જૂન સુધી જ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, જ્યારે વરસાદની ઋતુ શરૂ થશે ત્યારે હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App