ઇમરાન ખાનને નર્સ પર ઉભરાયો પ્રેમ, ડૉક્ટરનાં એક ઈંજેક્શથી ઈમરાનનો થયો આવો હાલ- જુઓ વિડીયો

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે કોમેડી અંદાજમાં એક વાતનો ખુલાસો કર્યો હતો. ઈમરાન ખાને જણાવતા કહ્યુ હતુ કે, એકવાર તેમને હોસ્પિટલમાં ડૉક્ટરોએ એવું ઈંજેક્શન લગાવ્યુ હતુ કે હોસ્પિટલની નર્સો તેમને પરીઓ જેવી લાગવા લાગી હતી.

કરાંચીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ઈમરાન ખાને જણાવતા કહ્યુ હતું કે, ”2013માં જ્યારે સીડી પરથી પડીને ઘાયલ થયા તો (લાહોરનાં) શોકત ખાનમ હોસ્પિટલનાં ડોક્ટર આસિમે મને એવું ઈંજેક્શન માર્યુ હતુકે, દર્દ ગાયબ જ થઈ ગયુ હતું.

સાથે-સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું કે, ઈંજેક્શન લાગ્યા બાદ તેમને હોસ્પિટલની નર્સો પરીઓ જેવી દેખાવા લાગી હતી. સાથે-સાથે ઈમરાન ખાને કહ્યુ,”ફરીથી દર્દ થવા પર મે ડૉક્ટર આસિમને જણાવ્યું કે,વધુ એક ઈંજેક્શન લગાવી દો પરંતુ તેમણે એવું કર્યુ નહી. મે તેમને ધમકાવ્યા મારી દો ઈંજેક્શન નહી તો હું તમને છોડીશ નહી.

ઈમરાન 2013માં લાહોરની તે ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જ્યારે તેઓ વિપક્ષના નેતા તરીકે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. અને સ્ટેજ પરથી ઉતરતી વખતે પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *