રોજ બટાકા ખાઈને કંટાળ્યા છો તો ઘરે જ બનવો ‘આલુ ચાટ’ આ રીતે

સામાન્ય રીતે બટાકા જીવન જરૂરિયાતનું એક મહત્વનું અંગ ગણી શકાય છે. ગરીબ હોય કે અમીર તેમની થાળીમાં બટાકા જરૂર જોવા મળશે. બટાકામાંથી અનેક વાનગીઓ બનતી…

સામાન્ય રીતે બટાકા જીવન જરૂરિયાતનું એક મહત્વનું અંગ ગણી શકાય છે. ગરીબ હોય કે અમીર તેમની થાળીમાં બટાકા જરૂર જોવા મળશે. બટાકામાંથી અનેક વાનગીઓ બનતી હોય છે. પરંતુ રોજની વાનગીઓથી કંટાળી ગયા હોવ તો અહિયા આપેલી રેસિપીથી તમારો સ્વાદ બદલાશે અને તમને મજા આવી જશે. તો ચાલો ફટાફટ આલુ ચાટની રેસિપી નોંધીલો.

આલું ચાટ બનાવવા માટેની સામગ્રી :

250 ગ્રામ નાની બટેટી (બટેટી બાફી છાલ ઉતારી લેવી)

1 ઝૂડી ફૂદીનો,

1 ચમચી લીંબુનો રસ/(ખટાશ વધુ પસંદ હોય તો તમારા સ્વાદ અનુસાર),

8 થી 10 ઝીણા સમારેલાં લીલા મરચાં,

2 ચમચી જીરૂ પાવડર,

2 ચમચી ચાટ મસાલો,

2 મોટા ચમચા ઝીણી સમારેલા ધાણાના પાન ,

6 ચમચા જમાવેલું દહીં,

1 આદુનો નાનો ટુકડો,

1 ચમચી સંચળ,

50 ગ્રામ કાજુ

જરૂર પ્રમાણે દાડમના દાણા

બનાવવા માટેની રીત :

ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો.તેલ બરાબર ગરમ થાય એટલે બાફેલા બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો.બટાકા બહારની સાઈડ થોડા કકરા દેખાવવા જોઈએ.

કાજુ, ફુદીનો, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો.
પછી પેસ્ટ બાજુ પર મૂકો.

બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો અને બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો.

તેમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ ઉમેરો.ત્યારબાદ ગરમગરમ પીરસો.

ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું,દાડમના દાણા વગેરે ભભરાવી શકાય. આકર્ષક રીતે સજાવી પીરસો.

આ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *