જાણો મોદીની સુરક્ષા માટે બજેટમાંથી કેટલા કરોડ રૂપિયા પાસ થયા- જુઓ ચોંકાવનારો આકંડો

આ વર્ષે બજેટમાં પ્રધાનમંત્રીની સુરક્ષા કરતા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પહેલા SPGનું બજેટ 540 કરોડ રૂપિયા હતું. ગત વર્ષના બજેટમાં તેને 420 કરોડ રૂપિયાથી વધારીને લગભગ 540 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. હાલ માત્ર પ્રધાનમંત્રી પાસે 300 જવાનો વાળી SPG સુરક્ષા છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ગત વર્ષે નવેમ્બર સુધી SPG સુરક્ષા મળી હતી. SPG અધિનિયમની સમીક્ષા બાદ તેમની પાસેથી સુરક્ષા પાછી લેવામાં આવી હતી. આ અંગે જણાવાયું કે ગાંધી પરિવાર દ્વારા સુરક્ષઆ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાસેથી પણ ઓગસ્ટમાં SPG સુરક્ષા પાછી લેવાઈ હતી. આ પહેલા બે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને વીપી સિંહ પાસેથી પણ આ સુરક્ષા પાછી લેવામાં આવી હતી. SPGની સ્થાપના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યાના એક વર્ષ બાદ (1985માં)કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીને પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષાનું દાયિત્વ કરવામાં આવ્યું હતું.

1991માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા બાદ SPG સુરક્ષા સમગ્ર ગાંધી પરિવાર માટે વધારી દેવાઈ હતી. 1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ વાળી NDA સરકારે SPGના સંચાલનની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ, એચડી દેવેગૌડા અને ઈન્દ્રકુમાર ગુજરાલ પાસેથી સુરક્ષા પાછી લેવાઈ હતી.

વાજપેયી સરકારે 2003માં એક વાર ફરી SPG અધિનિયમમી સમીક્ષા અને સુધારો કર્યો હતો. ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રીને 10 વર્ષ માટે મળનારી સુરક્ષાને ઘટાડીને એક વર્ષ કરી દેવાઈ હતી. સાથે જ વાર્ષિક સમીક્ષાના આધારે સુરક્ષા કવર વધારવાની જોગવાઈ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *