સુરત માં ટેકસટાઇલ વેપારી નું અપહરણ કરી 52 લાખ ની ખંડણી વસુલનાર આરોપી ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર થી અનુરાગસિંગ રાજપૂત ની કરી ધરપકડ છે.ટેકસટાઇલ વેપારી નું નવસારી ખાતે અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી,અને જણાવ્યું હતું કે જીવ વ્હાલો હોય તો રૂપિયા આપો.
ટામેટા ગેંગ નો સાગરીત અનુરાગે ટેકસટાઇલ ને ગોંધી રાખી સમયાંતરે 52 લાખ સુધી રૂપિયા પડાવ્યા હતા,લોહી ચાખી ગયેલા રીઢા આરોપીઓ એ ખંડણી માંગવાનું ચાલુ રાખતા અંતે વેપારી એ ક્રાઈમ બ્રાન્ચ ને જાણકારી આપી હતી, જોકે અપહરણ અને ખંડણી ની ઘટના ને અંજામ આપી આરોપી ઇન્દોર ભાગી ગયો હતો,ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઇન્દોર ખાતે વોચ ગોઠવી આરોપી ની ધરપકડ કરી છે.
સુરત માં ટામેટા ગેંગ ના સાગરીતો એ અનેક ઘટના ને અંજામ આપી ચુક્યા છે,ક્રાઇમ બ્રાન્ચ મા 3 ફરિયાદ નોંધાઈ ચુકી છે,ક્રાઇમ બ્રાન્ચે આરોપી ની સઘન પૂછપરછ કરી અન્ય ગુન્હા માં સંડોવાયા છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.