કતારગામ પોલીસ આપશે વિદ્યાર્થીઓને GPSC- પોલીસ વિભાગમાં ભરતી માટે માર્ગદર્શન

આવનારા સમયમાં અને હાલમાં વર્તમાન સમયમાં સરકારી નોકરી માટે લેવાતી ભરતી પરીક્ષાની તાલીમ અને માર્ગદર્શન ન હોવાથી યુવાનો સરકારી નોકરી મેળવી શકતા નથી. ત્યારે કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા કેરિયર ગાઈડન્સ અને સરકારી યોજનાનો લાભ કઈ રીતે મેળવવો તે માટે એક ગાઇડન્સ સેમિનારનું આયોજન થઈ રહ્યું છે.

કતારગામ પોલીસ સ્ટેશનની પોલીસ મિત્ર ટિમ અને નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ સમાજના યુવા યુવતીઓને સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાની તાલીમ કઈ રીતે મેળવવી અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવવો તેની માહિતી આપતો કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાઇ રહ્યો છે. આ સેમિનાર વિનામૂલ્યે આયોજિત કરવામાં આવનાર છે. જેમાં ધોરણ 12 પાસ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ભાગ લઇ શકશે જેના માટે ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આ કાર્યક્રમના આયોજક કતારગામ પોલીસ મિત્ર ધીરુ માંડવીયા જણાવે છે કે, આ સેમિનારમાં વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા આવનાર સમયમાં GPSC ક્લાસ 1, 2, 3 અને પોલીસ ભરતી ની માહિતી આપવામાં આવશે. આ સેમીનારમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે બિલકુલ ફ્રી રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ 73837 49644 પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સેમિનારનું આયોજન કતારગામ પોલીસ સ્ટેશનના સરદાર સુરક્ષા ભવન હોલમાં થનાર છે. 16 ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આ સેમિનારનું આયોજન થનાર છે. જેમાં શહેરના વિદ્યાર્થીઓ ને ભાગ લેવા માટે કતારગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને આયોજક જગદીશભાઈ બરવાળીયા અને કે.પી માંડવિયાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *