ચેન ખેંચી બૂમ પાડી અને ઉંધી ચાલવા લાગી ટ્રેન, ડ્રાઈવરને મળશે ઇનામ

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એવો એક મામલો સામે આવ્યો છે. જ્યાં દેવલાલી-ભુસાવલ પેસેન્જર ટ્રેનને ડ્રાઇવર અચાનક પાછળની તરફ અને ઊલ્ટી દોડવા લાગ્યો. પહેલાં તો મુસાફરોને કશું સમજમાં ન આવ્યું, પરંતુ જ્યારે લોકોને ખબર પડી તો ડ્રાઈવરને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી.

આ ઘટના ગુરુવારની છે, જેમાં ચાલતી ટ્રેનમાંથી અચાનક એક મુસાફર પડી ગયો. બીજા મુસાફરે ચેન ખેંચી અને ડ્રાઇવર સુધી આ વાત પહોંચી. ત્યારબાદ ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરે ટ્રેનની ઉંધી દોડાવવાનો નિર્ણય કર્યો. તેમણે ટ્રેનને લગભગ એક કિલોમીટર સુધી ઊલ્ટી ચલાવી.

યુવકને ત્યાંથી ઉઠાવી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો. જ્યાં પહેલેથી તૈયાર એમ્બ્યુલન્સ મારફતે જીઆરપીના યુવકોએ હોસ્પિટલમાં દાખલ કર્યો. યુવકની હાલત હમણાં જોખમમાંથી બહાર જણાવાઈ રહી છે.

આ ઘટના બાદ ટ્રેન કર્મચારીઓના વખાણ થઈ રહ્યાં છે. યાત્રીઓએ પણ આ પગલાંની ખૂબ સરાહના કરી છે. જોકે આ ઘટનાના કારણે ટ્રેન એક કલાક સ્ટેશન પર મોડી પહોંચી હતી.

રેલ્વે પીઆરઓના જણાવ્યા અનુસાર ચાલકદળ અને તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે. તેમને વ્યક્તિનો જીવ બચાવવા માટે એવોર્ડ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *