બીજેપી સાંસદનું વિવાદાસ્પદ નિવેદન: જો દેશમાં મંદી હોત તો લોકો કોટ-જેકેટના બદલે ધોતી કુર્તા પહેરતા હોત

ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી નથી પરંતુ સુસ્તી છે આ વાત તો ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમન ઘણી વખત કહી ચૂકી છે.હવે તેમની જ પાર્ટીના એક સાંસદની પણ દેશમાં મંદી ન  હોવાનું વર્ણન કરતાં વિચિત્ર ઉદાહરણ આપ્યું છે. ઉત્તરપ્રદેશના બલિયા થી સાંસદ વિરેન્દ્રસિંહ માનવું છે કે દેશમાં કોઈ મંદી નથી કારણકે લોકો પારંપરિક કુર્તા અને ધોતી ના બદલે કોટ અને જેકેટ પહેરી રહ્યા છે.

તેમણે કહ્યું કે દિલ્હી સહિત આખી દુનિયામાં મંદિર ઉપર ચર્ચા થઈ રહી છે.જો દેશમાં મંદિર હોત તો આપણે અહીંયા કોટ-જેકેટની જગ્યાએ ધોતી અને કુર્તા પહેરીને આવીશું. જો મંદી હોત તો આપણે કપડાં ન ખરીદેત અને પાયજામા ન ખરીદેત. બીજેપી સાંસદ એ કહ્યું કે ભારત ફક્ત શહેરનું નહીં પરંતુ ગામડાઓનો પણ દેશ છે.

તેમણે આગળ કહ્યું કે હું તમને જણાવવા માંગીશ કે ‘આ એ દેશ છે જ્યાં 6.5 લાખ ગામડાઓ પણ છે. અહીં ફક્ત દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરો નથી. મહાત્મા ગાંધી, ડૉક્ટર હેડગેવાર, શ્યામા પ્રસાદ મુખર્જી અને જયપ્રકાશ નારાયણે ગ્રામીણ માં વિશ્વાસ બતાવ્યો હતો અને દેશને આઝાદી અપાવવામાં મદદ કરી હતી.’

વિપક્ષ સતત દેશની બગડતી અર્થવ્યવસ્થાને લઈને સરકાર ઉપર હુમલો કરી રહી છે. નીચા આવતા જીડીપી દર, બેરોજગારી મંદિર સહીત આર્થિક મુદ્દાઓનો ઉલ્લેખ કરતા વિપક્ષી પાર્ટીઓ એ મોદી સરકાર ઉપર દેશને બરબાદી તરફ લઈ જવાના આરોપ લગાવ્યા છે. સરકાર વિપક્ષના આરોપોને નકારી રહી છે. સરકારનું કહેવું છે કે દેશમાં મંદી નથી. ભારત દેશ હાલમાં સુસ્તી માથી પસાર થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *