અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર કોંગ્રેસે સવાલ કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં 70 લાખ ભારતીયો જોડાવવાના દાવાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ કર્યો છે કે, શું ડૉનાલ્ડ ટ્રમ્પ ભગવાન રામ છે, કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો જોડાશે? સાથે જ તેમણે ભારત સાથે કોઈ મોટી ટ્રેડ ડીલ ના કરવાના નિવેદનને લઈને પણ પ્રહારો કર્યા હતાં. ટ્રમ્પ પોતાના હિત માટે ભારત આવી રહ્યાં છે. ટ્રમ્પ ભારતનું હિત નહિ જોવે. 70 લાખ લોકો દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવાની શું જરૂરિયાત છે ? ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પીએમ મોદીએ તેમને કહ્યું છે કે, તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ગુજરાતના મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો તેમના સ્વાગતમાં જોડાશે.
કોંગ્રેસના નેતા અધીર રંજને આ મામલે ટોણોં મારતા કહ્યું હતું કે, ટ્રમ્પના સ્વાગતમાં આટલા બધા ભારતીયોએ કેમ જોડાવવુ જોઈએ. તેમણે કહ્યું હતું કે, શું ટ્રમ્પ કોઈ ભગવાન રામ છે? તેઓ માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. તો પછી તેમના સ્વાગત માટે 70 લાખ લોકોને ઉભા રાખવાની શું જરૂર છે? અમે ભારતીય લોકો તેમની પૂજા કરવા માટે ઉભા નહીં થઈએ.
સમાચાર એજન્સી એનઆઈ સાથેની વાતચીતમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમેરિકાના બજારમાં તેઓ આપણને જવા દેવા માંગતા નથી, આ કારણે અમેરિકાએ ટ્રેડ ડીલ ન કરવાની જાહેરાત કરી છે. આ કારણ તેમણે જાહેરાત પણ કરી છે કે ભારત વિકસિત થઈ ગયું છે.
Congress leader Adhir Ranjan Chowdhury: Terrorists always camouflage. They do not carry out attacks with their actual identity. It was the UPA government which revealed everything about the attack. Ajmal Kasab was later hanged during UPA rule. (2/2) https://t.co/RT9AZzbyKB
— ANI (@ANI) February 19, 2020
અધીર રંજને કહ્યું હતું કે, અમેરિકાનો તર્ક છે કે હું પણ રાજા છું, તમે પણ રાજા છો, તો અમારી પાસે શું માંગી રહ્યાં છો ? ટ્રમ્પની કોશિશ છે કે અમેરિકા ભારતમાં વધુને વધુ માલ વેચે. અગામી દિવસોમાં અમેરિકામાં ચૂંટણી છે, તેઓ મોદીજી દ્વારા ભારતીય સમુદાયના વધુ વોટ મેળવવા માંગે છે.
અધીર રંજને કહ્યું હતું કે, ટ્રમ્પ પોતાના ફાયદા માટે ભારત આવી રહ્યાં છે. ભારત પ્રવાસ દરમિયાન ટ્રેડ ડીલ ના કરવાને લઈને પણ તેમણે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતાં. અધીરે કહ્યું હતું કે, ટ્રમ્પ આવી રહ્યાં છે, પણ તેઓ ટ્રેડ ડીલ નથી કરવા માંગતા. તે અમેરિકી ઉદ્યોગો માટે સંરક્ષણ યથાવત રાખવા માંગે છે. એટલે કે તે અમેરિકી બહારમાં આપણને એન્ટ્રી નથી આપવા માંગતા. તેમનું કહેવું છે કે, ભારત હવે વિકસીત બની ગયું છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ભારતમાં માથાદીઠ આકવ 2 હજાર ડૉલર છે જ્યારે અમેરિકામાં તે 60 હજાર ડૉલર છે. હવે આ સ્થિતિમાં આપણે વિકસીત કેવી રીતે બની ગયા? ખરેખર આ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની પોલિઈસી છે જેને અંતર્ગત તેઓ માત્ર ને માત્ર પોતાનો ધંધો વધારવા માંગે છે બીજુ કંઈ નહીં.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના આરોપો પર નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું હતું કે હિન્દુ આતંકવાદ શબ્દ કહેવા પાછળ કાંઈક અલગ પૃષ્ટભૂમિ હતી. મક્કા મસ્જિદમાં ધમાકો થયો હતો અને પ્રજ્ઞા ઠાકુર સહિત ઘણા લોકોની ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદી કોઈપણ ઘટનાને અંજામ આપ્યા પછી આ પ્રકારનું ષડયંત્ર કરવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તેમની વાસ્તવિક ઓળખને છુપાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર રાકેશ મારિયાની આત્મકથા ‘રાકેશ મારિયા-લેટ મી સે ઇટ નાઉ’ને લઈને વિવાદ શરુ થયો છે. પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની જાસુસી એજન્સી મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબને એક હિન્દુ બનાવી મારવા માંગતી હતી. આ મુદ્દે પિયુષ ગોયલે કહ્યું હતું કે કોંગ્રેસ હિન્દુ આતંકવાદના નામે દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.