નાગરિક સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક પંજી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર ના વિરોધમાં ગુરુવારે એક કાર્યક્રમમાં એક મહિલાએ અસદુદ્દીન ઔવેસીની હાજરીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. પરંતુ ઔવેસીએ મહિલાના કૃત્ય નિંદા કરતાં કહ્યું કે “અમે ભારત માટે છીએ.”
પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર મહિલા વિરુદ્ધ IPC ધારા 124A હેઠળ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછ કરશે અને ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
#WATCH The full clip of the incident where a woman named Amulya at an anti-CAA-NRC rally in Bengaluru raised slogan of 'Pakistan zindabad' today. AIMIM Chief Asaddudin Owaisi present at rally stopped the woman from raising the slogan; He has condemned the incident. pic.twitter.com/wvzFIfbnAJ
— ANI (@ANI) February 20, 2020
સંવિધાન બચાવોના બેનર હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં આયોજકોએ ઔવેસીના મંચ પર પહોંચ્યા બાદ અમૂલ્ય નામની મહિલાને ભાષણ આપવા આમંત્રિત કરી. મહિલાએ ત્યાં હાજર લોકોને “પાકિસ્તાન ઝિંદાબાદના” નારા લગાવવા કહ્યું.
આ ઘટના થતા ઔવેસી તરત જ મહિલા પાસે માઈક છીનવી લેવા માટે દોડ્યા. પરંતુ મહિલા અડગ રહી અને વારંવાર ‘પાકિસ્તાન જિંદાબાદ’ બોલતી રહી. પછી પોલીસ આગળ આવ્યા અને મહિલાને સ્ટેજ પરથી હટાવી લેવામાં આવી. ત્યારબાદ ઔવેસીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે તે મહિલા થી સહમત નથી.
ઔવેસીએ કહ્યું કે, ” મારો કે મારી પાર્ટીનો આ મહિલા સાથે કોઈ સંબંધ નથી. આયોજકોએ તેને અહીં નહોતી બોલાવી જોઈતી. મને જાણ હોય તો હું અહીંયા નો આવત. અમે ભારત માટે છીએ અને કોઈપણ રીતે દુશ્મન દેશ નું સમર્થન કરતા નથી. અમારું આંદોલન ભારત ને બચાવવા માટે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.