સુરતમાં આવેલ તાપીના સોનગઢના પોખરણ ગામે સોમવારના રોજ ગોઝારો ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે. જ્યારે 24થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. તો આ ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને અન્ય ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ 10 વ્યક્તિઓના મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે.
ટેન્કર સાથે અથડાતાં જ એસટી બસની ડ્રાઈવર સાઈડનો અડધા ઉપરનો ભાગ ટેન્કરની અંદર ધૂસી ગયો હતો. આ એસટી બસ કુશલગઢથી ઉકાઈ તરફ જતી હતી. જ્યારે પૂરપાટ ઝડપે જતી જીપનો પણ ખુડદો બોલી ગયો હતો. અને જીપમાં સવાર લોકોનાં પણ મોત નિપજયા હતા.ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.