વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની આજે સાંજે સભા મળી હતી. પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ શાસનાધિકારીને ભાજપના ઇશારે કામ કરતા હોવાના આક્ષેપ કરીને ભાજપનો ખેસ પહેરવાનો પ્રયાસ કરતા કહેતાં હોબાળો મચી ગયો હતો. જેના પગલે શિક્ષણ સમિતિના અધ્યક્ષે સભા મુલતવી કરી દેવાની ફરજ પડી હતી.
ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તરફી કામ કરતા હોવાના આક્ષેપ
શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહીલના પ્રમુખ સ્થાને આજે નગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી. જેમાં શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તરફી કામ કરતા હોવાના આક્ષેપ વિપક્ષી સભ્ય નરેન્દ્ર જયસ્વાલ અને નલિન મહેતાએ કર્યા હતા. કોંગ્રેસી સભ્ય નરેન્દ્ર જયસ્વાલે શાસનાધિકારીને નિશાન બનાવતાં જણાવ્યુ હતુ કે, તેઓ મુખ્યમંત્રીના ઇશારે કામ કરી રહ્યા છે. સ્થાનીક કક્ષાએ બોર્ડના સભ્યોનું સતત અપમાન કરીને ગેરબંધારણીય રીતે કામ કરી રહ્યા છે. સમિતિ દ્વારા વડોદરાના 16 બાળકોને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા તે બાબતથી આખા બોર્ડને અજાણ રાખવામાં આવ્યુ હતુ. જોતજોતામાં શાબ્દિક ટપાટપી વધી જતાં જયસ્વાલે શાસનાધિકારીને ભાજપનો ખેસ પહેરવાનો પ્રયાસ કરતા કહેતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. શાસક અને વિપક્ષ સામસામે આવી જતાં સામાન્ય સભા મુલતવી રખાઈ હતી. જયસ્વાલે જણાવ્યું હતું કે, કોઇ પણ કામ સભ્યોની જાણ બહાર કરવામાં આવી રહ્યું છે.
વિપક્ષી સભ્ય દ્વારા કરાયેલા આ આક્ષેપ તદ્દન ખોટા: ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે જણાવ્યુ હતુ કે, વિપક્ષી સભ્ય દ્વારા કરાયેલા આ આક્ષેપ તદ્દન ખોટા છે. બાળકોને બાંગ્લાદેશ મોકલવાની ઘટના તો વડોદરા માટે ગૌરવની હતી. બાળકોની પસંદગી થઇ ત્યારથી જ બોર્ડને જાણ કરવામાં આવી હતી. જ્યારે બાળકોને મોકલવામાં આવ્યા ત્યારે બોર્ડના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. અધ્યક્ષ દિલીપસિંહ ગોહીલે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીની ક્યારેય સ્થાનીક કક્ષાએ દરમિયાનગીરી હોતી નથી. તેમના પ્રતિનિધિ હોવાના શાસનાધિકારી પર કરાયેલા આરોપ તદ્દન અયોગ્ય છે. વિપક્ષી સભ્યએ આ પ્રકારની ગેરવર્તણૂંક ન કરવી જોઇએ.
સમિતિના ચૂંટાયેલા સભ્ય તરીકે લાંછન લગાવવાનો પ્રયાસ
આ હરકતને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ હોવાનું ચેરમેને જણાવ્યું હતું. નગર પ્રાથ. શિક્ષણ સમિતિની સામાન્ય સભા મંગળવારે મળી હતી. જેમાં શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તરફી કામ કરતા હોવાના આક્ષેપ વિપક્ષી સભ્ય નરેન્દ્ર જયસ્વાલ અને નલિન મહેતાએ કર્યા હતા. તેમણે શાસનાધિકારી મુખ્યમંત્રીના ઇશારે કામ કરતા હોવાની વાત કરી હતી. જોતજોતામાં શાબ્દિક ટપાટપી વધી જતાં જયસ્વાલે શાસનાધિકારીને ભાજપનો ખેસ પહેરવાનો પ્રયાસ કરતા કહેતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું.વિપક્ષના સભ્યે બોર્ડની ગરિમા જાળવી નથી. પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કામ કર્યું છે જે ખૂબ નિંદનીય છે. સમિતિના ચૂંટાયેલા સભ્ય તરીકે લાંછન લગાવવાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.