‘કમલ’નાથની સરકાર પડાવવા મધ્યપ્રદેશમાં ‘કમળ’ ખીલવવા ભાજપે અડધી રાત્રે ખેલી રાજનીતિની ભવાઈ

મધ્યપ્રદેશની રાજનીતિમાં હાલ ગરમાવો આવી ગયો છે. અડધી રાત્રે ગુરૂગ્રામની એક હોટલમાં જોરદાર રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ…

મધ્યપ્રદેશની રાજનીતિમાં હાલ ગરમાવો આવી ગયો છે. અડધી રાત્રે ગુરૂગ્રામની એક હોટલમાં જોરદાર રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ ગત રાત્રે ભાજપે ધારાસભ્યોને બંધક બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા જયવર્ધનસિંહે કહ્યું કે ભાજપ અમારા ધારાસભ્યોને મોટી રકમની ઓફર આપીને ખરીદી રહી હતી. કોંગ્રેસે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી. જોકે, કોંગ્રેસની સતર્કતાના કારણે એમપીમાં કોંગ્રેસની સરકાર પરથી સંકટના વાદળ દૂર થયા.

આજે રાત્રે મધ્ય પ્રદેશના 8 ધારસભ્યો અચાનક હરિયાણાની ગુરૂગ્રામ ખાતે આવેલી હોટલમાં ભેગા થઈ ગયા હતાં. આ ધારાસભ્યોમાં એક બસપાની રમાબાઈ પણ હતાં. આ ઘટનાની જાણકારી મળતા જ દિગ્વિજય સિંહ સક્રિય બન્યા હતાં. તેમને કોંગ્રેસના ધારાસભ્ય જીતૂ પટવારીની સાથે પોતાના પુત્ર અને કમલનાથ સરકારમાં મંત્રી જયવર્ધન સિંહને મેદાને ઉતાર્યા હતાં. આ બંને નેતાઓ તત્કાળ રાતોરાત ગુરૂગ્રામની હોટલ પહોંચ્યા હતાં અને ધારાસભ્યોને બહાર કાઢીને લઈ ગયા હતાં. આ દરમિયાન સાદા કપડામાં રહેલા હરિયાણાના પોલીસ અધિકારીઓ સાથે તેમની ઝપાઝપી પણ થઈ ગઈ હતી. જોકે આ આખી ઘટનાને લઈને ભાજપ કંઈ જ બોલવા તૈયાર નથી.

હોટલમાં ક્યાં ક્યાં ધારાસભ્ય ?

મધ્યપ્રદેશના નાણામંત્રી એવા તરૂણ ભનોટે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં 8 ધારાસભ્યોને ગુરૂગ્રામના આઈટીસી ગ્રેડ ભારત હોટલમાં બંધક બનાવીને રાખ્યા છે. જેમાં 4 ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના અને 2 ધારાસભ્ય બસપાના છે. એક સમાજવાદી પાર્ટી તરફથી જ્યારે એક અપક્ષ ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.

રામબાઈ(બસપા), પથરિયા, બિસાહુલાલ(કોંગ્રેસ), અનૂપપુર

હરદીપ સિંહ(કોંગ્રેસ), સુવાસરા

સુરેન્દ્ર સિંહ શેરા(અપક્ષ)

સંજીવ કુશવાહ(બસપા), ભિંડ

એન્દલ સિંહ કંસાના(કોંગ્રેસ), સુમાવલી

હરિયાણા પોલીસનો બંદોબસ્ત

મધ્યપ્રદેશના નાણામંત્રી તરૂણ ભનોટે એ પણ આરોપ લગાવ્યો કે, કમલનાથની સરકારમાં મંત્રી જીતુ પટવારી અને મંત્રી જયવર્ધન સિંહ હોટલ પહોંચી ચૂક્યા છે. પણ તેમને ધારાસભ્યો સાથે મુલાકાત નથી કરવા દેવામાં આવતી. હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યો પર હરિયાણા પોલીસ દ્રારા ચાંપતી પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશના નાણામંત્રી તરૂણ ભનોટે આઠ ધારાસભ્યો સાથે મળવા માટે ગુરૂગ્રામ આઈટીસી હોટલ નીકળી પડ્યા હતા.

ભાજપ મોટી રકમ આપી ધારાસભ્યોને ખરીદી રહી હતી

એ પછી અડધી રાત્રે જ કોંગ્રેસ પાર્ટી એલર્ટ થઈ ગઈ હતી. ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. થોડાં સમય બાદ મધ્યપ્રદેશના મંત્રી જયવર્ધન સિંહ અને જીતૂ પટવારીએ બહુજન સમાજવાદી પાર્ટીની પૂર્વ ધારાસભ્ય રમાબાઈ સાથે ગુરૂગ્રામના આઈટીસી ગ્રેડ ભારત હોટલથી બહાર નીકળ્યા હતા. એ પછી જયવર્ધન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી અમારા ધારાસભ્યોને મોટી રકમ આપી ખરીદી રહી હતી. જો કે અમે અમારા ધારાસભ્યોને હોટલમાંથી બહાર નીકાળ્યા. જેથી હવે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પર ખતરાના કોઈ વાદળ નથી.

મુશ્કેલીથી ધારાસભ્યોને બહાર નીકાળ્યા

જયવર્ધન સિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, બીજેપીના પૂર્વ મંત્રી અને મુખ્યમંત્રી હારને સહન નથી કરી શક્યા. જેથી આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે. બીજેપીના નેતા નરોત્તમ મિશ્રા અમને હોટલની બહાર દેખાયા હતા. અમારી પાસે 6 ધારાસભ્યો પરત આવી ચૂક્યા છે. જ્યારે બાકી ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમે ખૂબ જ મુશ્કેલીથી અમારા ધારાસભ્યોને હોટલની બહાર નીકાળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *