ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર તારીખ 26 માર્ચે ચૂંટણી થવાની છે. જેને અંતર્ગત ભાજપ-કોંગ્રેસમાં ધમધમાટ ચાલી રહ્યો છે. બંને પાર્ટીઓમાં નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપ પાર્ટીના આ ત્રણ સાંસદ શંભુ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે. કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને ફરીથી ટિકિટ આપીને રાજ્યસભામાં મોકલે તેવી સંભાવના છે. પણ ભાજપના નિવૃત્ત થઈ રહેલા ત્રણેય સાંસદોમાંથી કોઈને પાછા નહીં કરીને નવા ચહેરાને સ્થાન આપશે તેવી સંભાવના છે. જોકે ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. કેમકે ધારાસભ્યોના સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવાર જીતશે. પરંતુ ભાજપ તેનો ત્રીજો ઉમેદવાર જીતે તેવા બનતા તમામ પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટી માટે બીજી બેઠક કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દાવો કરી રહ્યાં છે. પરંતુ તેમની સામે પક્ષમાં જ વિરોધ હોવાથી હાઈકમાન્ડ કદાચ તેમને ટિકિટ ન આપે તેવી પણ સંભાવનાઓ છે. કોંગ્રેસના એક ઉમેદવારની જીત તો નિશ્ચિત છે. પણ બીજો ઉમેદવાર ઊભો રખાશે. ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપના 103 અને કોંગ્રેસના 73 ધારાસભ્યો છે. તો બીટીપીના 2, એનસીપીના 1 અને અપક્ષ 1 ધારાસભ્ય છે. મોરવાડ હડફ અને દેવભુમિ દ્વારકા વિધાનસભાની બેઠક ખાલી છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીનું 6 માર્ચે જાહેરનામું બહાર પડશે. 13 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 26 માર્ચે મતદાન અને સાંજે 5 વાગ્યા બાદ મત ગણતરી થશે. શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહાર અને દિલ્હીની બેવડી જવાબદારી સંભાળી રહ્યાં છે.
ગુજરાતમાં પક્ષવારની સ્થિતિ જોઈએ તો ભાજપ પાર્ટીના 103 ધારાસભ્યો સામે કોંગેસ પાર્ટી પાસે 73 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. બીટીપીના 2, એનસીપીના 1 અને 1 અપક્ષ ધારાસભ્યો આ ચૂંટણીમાં બીટીપી ભાજપને ટેકો આપી શકે છે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. મોરવા હડફ અને દેવભૂમી દ્વારકા વિધાનસભાની બેઠક હાલમાં ખાલી છે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો આકરા પાણીએ જોવા મળ્યા. બે ઉમેદવાર પૈકી એક ઉમેદવાર પાટીદાર સમાજનો ચહેરો હોવાની માગણી કરી છે. જે મામલે કોંગ્રેસના 14 પાટીદાર ધારાસભ્યોની ખાનગી બેઠક મળી હતી. જેમાં રાજ્યસભામાં ઘણા સમયથી પાટીદાર સમાજને કોંગ્રેસે તક ન આપ્યાની ચર્ચા કરવામાં આવી હતી. જે મામલે પ્રભારી રાજીવ સાતવ સમક્ષ પાટીદાર ધારાસભ્યો આગ્રહપૂર્વક રજુઆત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.