ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી

હાલમાં ઓસ્ટ્રેલિયા માં ચાલી રહેલા મહિલા T20 world cup માં ભારતીય ટીમે મોટી સફળતા મેળવી છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રેમ ફાઇનલ મેચમાં એક પણ બોલ ફેંકાયા વગર ભારતીય ટીમ વિજેતા બની છે અને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સૌ પ્રથમ વખત ટી૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

સિડની મા આજે ટી૨૦ વર્લ્ડકપની સેમીફાઈનલ આયોજિત થવાની હતી. પરંતુ વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ છે. અને પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન ધરાવતી ભારતીય મહિલા ટીમે નિયમ અનુસાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારત ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધી માત્ર ચાર મેચ જીતી શક્યું છે અને ૧૫ T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતની સેફાલી વર્માએ તાજેતરમાં જ t20 બેટિંગ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. જ્યારે ઇંગ્લેન્ડની સોફી એકલેસ્ટોન પ્રથમ નંબરની બોલર છે. ભારતીય ચાહકો આ બંને મહિલા ક્રિકેટર ની રમત જોવા ઉત્સાહી તથા પરંતુ આ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે.

ભારત નો સામનો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા આ બે ટિમ માંથી જે વિજેતા થશે તેની સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *