રાજ્યમાં 5મી માર્ચે ગુરૂવારથી એટલે કે, આજથી બોડની પરીક્ષા શરુ થઇ ગઈ છે ત્યારે સુરત પોલીસ દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને તકલીફ નહીં પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આજથી બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. જો કોઈ વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાનો સમય ના હોય તો પોલીસે આવા વિધાર્થીને PCR VANની મદદથી પરીક્ષા સેન્ટર સુધી પોંહચાડે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરશે
પોલીસ કમિશનર આર.બી.બહ્રભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે માટે ટ્રાફિકને લઇ અડચણ ન થાય તેના માટે સૂચના આપી છે. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માં ટ્રાફિકને લઇ સમસ્યા હોય તો 100 નંબર હેલ્પ માંગી શકે છે. પોલીસ પરીક્ષા કેન્દ્ર પહોંચાડશે.
કેન્દ્રો પાસે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
દરેક પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ તેમજ ઝોનલ સેન્ટરો પર પોલીસ તૈનાત કરાયા છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસમાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમયે બંધ રાખવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેની સાથે-સાથે પરીક્ષા કેન્દ્રો નજીક લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થી સુરતમાં નોંધાયા
આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગ અને સ્કુલો દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મુજબ રાજયમાં આંકડા જોવામાં આવેતો આ વખતે પણ સૌથી વધારે બોર્ડના વિદ્યાર્થીઓ સુરત કેન્દ્રમાં નોધાયા છે. સુરત શહેરમાં 1 લાખ 63 હજાર 483પરીક્ષાર્થી નોધાયા છે. જેમાં ધોરણ 10માંજ 93 હજાર થી વધુ વિદ્યાર્થીઓ છે. બોર્ડની પરીક્ષા માટે સુરત જિલ્લાને 16 ઝોનમાં વહેચવામાં આવ્યું છે જેમાં 87 કેન્દ્રો હશે , 416 પરીક્ષા સ્થળ હશે અને 5637 બ્લોક તૈયાર કરવામાં આવશે.
છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડ દ્વારા એવાજ સેન્ટરોની પસંદગી કરવામાં આવે છે જે સેન્ટરોમાં પહેલાથીજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ હોઇ. અને્ તમામ કેન્દ્રો એવાજ પસંદ કરવામાં આવ્યા છે. ખાસ ધોરણ 10ની વાત કરીએતો 93 હજાર 584 વિદ્યાર્થીઓ નોધાયા છે જેમને કેન્દ્રોને છ ઝોનમાં વહેચવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.