હરિયાણામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ-10નું સામાજિક વિજ્ઞાનનું પેપર શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર આવી ગયું હોવાની ચર્ચાએ હાલમાં દોર પકડયો છે. તેના આધારે જ પરીક્ષાકેન્દ્રોમાં ચોરી થતી રહી. ચોરી કરાવનારા વય્ક્તિઓ પરીક્ષાકેન્દ્રોની અંદર ઘૂસીને વિદ્યાર્થીઓ સુધી કાપલી પહોંચાડતા રહ્યા. પોલીસકર્મીઓ નજીકમાં ઊભા રહીને જોતા રહ્યા પણ ચોરી રોકી શકયા નહીં.
હરિયાણામાં બુધવારના રોજ 309 કોપી કેસ નોંધાયા છે. 15 સુપરવાઇઝરને ડ્યુટીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. રોહતકમાં એક કેન્દ્રની પરીક્ષા રદ કરીને કેન્દ્ર જ શિફ્ટ કરી દેવાયું. બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે 175 કોપી કેસ નોંધાયા હતા. 4 કેન્દ્ર પર પરીક્ષા રદ થઇ હતી.
હરિયાણા બોર્ડ ટ્રસ્ટીનું કહેવું છે કે, સેન્ટરમાં ફોન બૅન છે તો પછી 12:30 વાગ્યે શરૂ થયેલું પેપર વૉટ્સઍપ પર કેવી રીતે આવી ગયું તે મોટો સવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.