ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા પહોચી સંતોને કર્યા ખુશ, રામ મંદિર માટે આપ્યું આટલા કરોડ દાન – જાણો વિગતે

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં પહોંચેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડનું દાન આપવાની જાહેરાત…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં પહોંચેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. લખનૌના એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોડ માર્ગે અયોધ્યા આવી પહોંચ્યા. જ્યાં ઉપસ્થિત શિવસૈનિકો તેમજ તેમના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરેનું સ્વાગત કર્યું. ઉદ્ધવ ઠાકરેને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. રામલલાના દર્શન અગાઉ તેમણે કહ્યું કે આપણે સૌ રામભક્ત સાથે મળી મંદિર નિર્માણ કરશું. હું ભાજપથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં. તેમણે મુખ્યમંત્રી યોગીને અપીલ કરી હતી કે મહારાષ્ટ્રથી આવતા ભક્તો માટે ભવન નિર્માણ કરવા જમીન ફાળવવામાં આવે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારનાં અહીં કહ્યું કે, રામલલાનું મંદિર બનાવવું આપણા બધાની જવાબદારી છે. મંદિર એવું ભવ્ય બનાવવું જોઇએ કે દુનિયા જોતી રહી જાય.

પોતાના ટ્રસ્ટમાંથી આપશે 1 કરોડ રૂપિયા

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારનાં 100 દિવસ પૂર્ણ થવા પર મુંબઈથી પરિવારની સાથે અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “હું અહીં રામલલાનાં આશીર્વાદ લેવા આવ્યો છું. આજે અહીં મારી સાથે ભગવા પરિવારનાં અનેક સભ્યો છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અયોધ્યામાં આ મારો ત્રીજો પ્રવાસ છે. હું આજે અહીં દર્શન-પૂજન પણ કરીશ. હું રામ મંદિર માટે 1 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરું છું. આ દાન રાજ્ય સરકાર તરફથી નથી, પરંતુ મારા ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે.”

મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે હું અહીં રામલલ્લાના આશિર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા દોઢ વર્ષમાં આ મારી ત્રીજી અયોધ્યા મુલાકાત છે. હું વારંવાર અયોધ્યા આવતો રહીશ. તેમણે કહ્યું કે અહીં ભગવાન રામનું મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની છે. મંદિર એવું ભવ્ય બનવું જોઇએ કે તે સમગ્ર દુનિયા જૂએ.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે હું અહીં રામલલ્લાના આશિર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા દોઢ વર્ષમાં આ મારી ત્રીજી અયોધ્યા મુલાકાત છે. હું વારંવાર અયોધ્યા આવતો રહીશ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અહીં ભગવાન રામનું મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની છે… આથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે હું સરકાર તરફથી નહીં પરંતુ અમારા ટ્રસ્ટ તરફથી એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરું છું.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાંધ્યું

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “હું બીજેપીથી અલગ થયો છું, હિંદુત્વથી નહીં. બીજેપીનો મતલબ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે અને બીજેપી અલગ છે.” ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરનાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. સીએમ બન્યા બાદ તેઓ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. ખાસ વિમાનથી પરિવાર સાથે લખનૌ આવેલા ઠાકરે રોડ માર્ગે અયોધ્યા પહોંચ્યા.

હિન્દુત્વની વિચારધારા પર પરત ફરે તેવી સૌ સંતોને આશા

બીજી તરફ તપસ્વી છાવણીના આચાર્ય પરમ હંસ દાસે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા મુદ્દે ઉદ્ધવ પર નિશાન સાધ્યું. પરમ હંસ દાસે કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ કંડારેલી હિન્દુત્વની વિચારધારાને કોરાણે મુકી ફક્ત સત્તા માટે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. રામલલ્લાના દર્શન બાદ ઉદ્ધવ ફરી હિન્દુત્વની વિચારધારા પર પરત ફરે તેવી સૌ સંતોને આશા છે તેમ પરમ હંસ દાસે કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *