બિહારમાં નીતીશ કુમારને હટાવા આ મોર્ડન યુવતીએ ઉભી કરી પોતાની નવી પાર્ટી, રાજ્યને બનાવશે વિકસિત

બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. એક તરફ જદયુના નીતીશ કુમાર તો બીજી તરફ રાજદના તેજસ્વી યાદવ મુખ્યમંત્રીપદના દાવેદાર બની રહ્યા છે. અને હવે એક પછી એક ઉમેદવારો સીધા મુખ્યમંત્રી પદની રેસમાં જ ઉતરી રહ્યાં છે. પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને હવે એક સુંદર યુવતીએ મેદાને પડવાના સંકેત આપ્યા છે.

વિનોદ ચૌધરીની દીકરી પુષ્પમ પ્રિયા ચૌધરી

વરિષ્ઠ જેડીયૂ નેતા અને પૂર્વ એમએલસી વિનોદ ચૌધરીની દીકરી પુષ્પમ પ્રિયા ચૌધરીએ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાને મુખ્યમંત્રી પદની ઉમેદવાર જણાવતા બિહારની જનતાને સંબોધન કરતા એક પત્ર પણ લખ્યો છે. આજે બિહારના લગભગ તમામ મોટા છાપાઓમાં એક વિજ્ઞાપને લોકોને ચોંકાવી દીધા હતા. આ ત્રીજાઉમેદવાર છે પુષ્પમ પ્રિયા ચૌધરી જેણે પોતાની જાતને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર જાહેર કરી હતી.

પાર્ટીનું નામ ‘પ્લુરલ્સ’

વિજ્ઞાપન અનુસાર, લંડનમાં રહેતી આ મહિલાએ ‘પ્લુરલ્સ’ નામના એક રાજકીય પક્ષની પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. પોતે આ પાર્ટીની પ્રમુખ છે. આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પુષ્પમ પ્રિયા ચૌધરીએ બિહારના છાપાઓમાં વિજ્ઞાપન આપી પોતે મુખ્યમંત્રીની પ્રબળ દાવેદાર છે એવું જાહેર કર્યુ હતું.

બકવાસ રાજનીતિને હવે જાકારો આપો: પુષ્યમ પ્રિયા ચૌધરી

પુષ્યમ પ્રિયા ચૌધરીએ એક ટ્વિટ કરીને બિહારની જનતાને આહવાન કર્યું છે કે, “બિહારને ગતિ જોઈએ છે, બિહારને પાંખ જોઈએ છે, બિહાર હવે પરિવર્તન માંગે છે, કારણ કે બિહાર વધારે સારાનું હકદાર છે. બકવાસ રાજનીતિને હવે જાકારો આપો, 2020માં બિહારને ચલાવવા અને ઉડાણ ભરવા માટે પ્લૂરલ્સ પાર્ટી સાથે જોડાઓ.” ચૌધરીએ એક પંચલાઇન પણ આપી હતી ‘જન ગણ સબકા શાસન.’

પુષ્પમનો ઉચ્ચ અભ્યાસ

ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે હવે બિહારમાં સૌનું શાસન હશે.બિહાર શ્રેષ્ઠ બનવાને લાયક છે અને મારા આવ્યા પછી શ્રેષ્ઠ બનશે. પુષ્યમ પ્રિયાના ટ્વિટર હેન્ડલ પ્રમાણે, પુષ્પમ ચૌધરી એ ડબલ એમ.એ.કર્યું છે. ઇંગ્લેન્ડની ધી ઇન્સટીટયુટ ઓફ ડેવેલપમેન્ટ સ્ટડીઝ વિશ્વ વિદ્યાલયમાંથી એમ.એ.ઇન ડેવેલપમેન્ટ સ્ટડીઝની અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી પબ્લીક એડમિનિસટ્રેશનની ડીગ્રી મેળવી હતી.

2025 સુધીમાં હું બિહારને દેશનો સૌથી વિકસિત રાજ્ય બનાવી દઇશ: પુષ્યમ પ્રિયા ચૌધરી

પુષ્યમ પ્રિયા ચૌધરીએ કહ્યું હતું કે તેઓ હવે સકારાત્મક રાજકારણ કરશે અને મુખ્યત્વે પોલીસી મેકિંગ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરશે. પુષ્પમ ચૌધરીએ બિહારના નાગરિકોને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે જો હું મુખ્યમંત્રી બનીશ તો 2025 સુધીમાં હું બિહારને દેશનો સૌથી વિકસિત રાજ્ય બનાવી દઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *