ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના થોડા કલાકોમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે. આ વાતની જાણકારી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત, હર્ષ સિંહ ચૌહાણને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
.@BJP4India के शीर्ष नेतृत्व द्वारा श्री @JM_Scindia को राज्यसभा चुनाव हेतु उम्मीदवार चुने जाने पर हार्दिक शुभकामनाएँ देता हूँ।
मैं आश्वस्त हूँ कि आप ‘सबका साथ – सबका विकास – सबका विश्वास’ के मूलमंत्र को ध्यान में रखते हुए जनता के हित में सदैव कार्यरत रहेंगे।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 11, 2020
શિવરાજે ટ્વીટર પર બંને નેતાઓ માટે જણાવતા કહ્યું હતું કે, આશ્વસ્ત છું કે તમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મૂળમંત્રને ધ્યાનમાં રાખીને જનતાના હિતમાં કાર્ય કરશો. પરંતુ આ ટ્વીટને થોડી જ સેકેન્ડમાં ડિલીટ કરી દેવામાં આવી. આવું શા માટે થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં તેમણે પાર્ટી જોઈન કરી. સિંધિયાએ ધૂળેટીના અવસરે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામુ આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ સિંધિયાએ કોંગ્રેસ માટે કહ્યું કે, જે સપનું જોયું હતું, તે સંપૂર્ણરીતે વિખેરાઈ ગયું.
સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતી વખતે કોંગ્રેસ પાર્ટી પર હુમલો બોલ્યો હતો. સાથે-સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવતા કહ્યું, કોંગ્રેસ પાર્ટીમાં વાસ્તવિકતાથી ઈનકારનું વલણ છે. જડતાનું વાતાવરણ છે. મધ્ય પ્રદેશમાં અમે એક સપનું જોયું હતું, જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર બની હતી. 18 મહિનામાં અમે જે સપના જોયા હતા તે પૂરા ના થઈ શક્યા.
माननीय श्री @narendramodi जी के नेतृत्व में विश्वास करते हुए और सबका साथ, सबका विकास, सबका विश्वास के मूल मंत्र को मानते हुए श्रीमान @JM_Scindia जी राष्ट्र और जनता की सेवा के लिए @BJP4India परिवार में सम्मिलित हुए हैं। मैं उनका स्वागत करता हूं : श्री @ChouhanShivraj pic.twitter.com/6G467MwBzG
— Office of Shivraj (@OfficeofSSC) March 11, 2020
હર્ષ સિંહ ચૌહાણે IIT(ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે અને વનવાસી કલ્યાણ આશ્રમ અને RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે સંકળાયેલા છે. ઝાબુઆમાં તેમણે પાણી પર ખૂબ જ કામ કર્યું છે. તેમણે શિવગંગા અભિયાન ચલાવ્યું. તેઓ ધારથી લોકસભા ચૂંટણી હારી ચુક્યા છે. તેમના પિતાજી ભારત સિંહ ચૌહાણ પણ જનસંઘમાં હતા. હર્ષ સિંહ ઈન્દોરના વતની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.