ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી માટે આરામદેહ હવાઈ યાત્રા ગુજરાત સરકારના ખર્ચે રૂપિયા 197 કરોડનું પ્લેન ખરીદ્યા પછી હવે હાલની ર્સ્કોપિયો મોટર કારનો કાફલો બદલવાનો નિર્ણય કર્યો છે. નવી સ્કોર્પિયો કારના કાફલા માટે ગૃહ વિભાગ મુખ્યમંત્રી પાસે છે અને તેમના વતી રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ વિધાનસભા સમક્ષ નવા વાહનો ખરીદવા રૂપિયા 65.77 કરોડનો ખર્ચ કરવા માંગણી કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા ત્યારથી CM સિક્યોરિટી માટે ર્સ્કોપિયો કાર ઉપયોગ હેઠળ છે. કોન્વોયમાં રહેલી મોટરકારો બદલવા ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. તેના માટે વર્ષ 2020- 21ના અંદાજપત્રમાં મુખ્યમંત્રીની સુરક્ષા માટે વાહન ખરીદીના હેડ હેઠળ રૂપિયા 1.44 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. જ્યારે રાજ્યપાલની સુરક્ષા માટેના વાહનો ખરીદવા રૂપિયા 3.12 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દળમાં જૂના વાહનો સામે નવા વાહનો ખરીદવા રૂપિયા 61.21 કરોડની માંગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતની રૂપાણી સરકાર હવે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા અને દ્વિચક્રી વાહન ખરીદવા માટે 75,000 રૂપિયા એડવાન્સ પેટે આપવા હરખ પદૂડી થઈ છે. જોકે આમ પણ ગુજરાતમાં નેતાઓનું કાંઈ ઉપજતું નથી. અંગૂઠાછાપ અને વહીવટીય જ્ઞાનના અભાવે ગુજરાતમાં અધિકારીઓ જ શાસન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, કારણ કે પોતાના વિસ્તારની સમસ્યાઓ નિવારવા રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ વટથી આદેશોનું પાલન કરતા નથી ત્યારે બુદ્ધિનું વરવું પ્રદર્શન કરનારી રૂપાણી સરકારના આ નિર્ણયની ક્યાંક પ્રશંસા તો ક્યાંક ટીકા પણ થઈ રહી છે.
જોકે, આપને જણાવી દઇએ કે, ગુજરાતના 182 ધારાસભ્યમાંથી 30 ધારાસભ્ય 12 પાસ, 44 ધારાસભ્ય 10 પાસ અને 15 ધારાસભ્ય 8 પાસ છે જ્યારે 15 ધારાસભ્ય તેનાથી પણ ઓછું ભણેલા છે. જોકે, 60 ધારાસભ્ય ગ્રેજ્યુએટ અને 9 પોસ્ટ ગેજ્યુએટ સુધી ભણ્યા છે. 8 ધારાસભ્યે ડિપ્લમા અને 1 ધારાસભ્યે સર્ટિફિકેટ કોર્ષ કરેલો છે. ધારાસભ્યમાંથી મંત્રી બનેલા 7 માત્ર ધોરણ-10 સુધી ભણેલા છે, 1 ધોરણ-12 પાસ, 2 ધો-8 પાસ જ્યારે 1 માત્ર ધોરણ-5 પાસ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટ્સમાં સ્નાતક થયા બાદ LLBનો અભ્યાસ કર્યો છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની કૉલેજમાં એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.