સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાં વેચાઈ, 6 મહિના સુધી દુષ્કર્મ આચરાયું

સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે. અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના અગાવ કિશોરીને ખરીદી હતી અને તેની સાથે…

સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે. અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના અગાવ કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બાતમીના આધારે સુરત પોલીસે હરીશના ઘરે જઇ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. માનવ તસ્કરીની શક્યતાના પગલે કિશોરીનું અપહરણ કરી વેચનાર મહિલા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી

કિશોરી અમદાવાદમાંથી મળી આવી

બનાવની વિગત એવી છે કે, સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી 15 વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કિશોરી અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી.

ડો. ચિરંજીવીલાલ ગિયા

આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું

પોલીસે આરોપી હરીશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે 6 મહિના પહેલા 70 હજારમાં કલોલની એક મહિલા પાસેથી કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી હતી અને મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

લોહી અને અન્ય નમૂનાઓ એફએસએલમાં મોકલાયા

આરોપીની મેડિકલ તપાસ કરનાર ડો. ચિરંજીવીલાલ ગિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસ દરમિયાન આરોપી હરીશે કિશોરીને કલોલથી 70 હજારમાં ખરીદી અમદાવાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાએ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

કિશોરી ડ્રેસ સિવડાવવા જતા તે મહિલાના સંપર્કમાં આવી હતી

સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લવાયેલી પીડિત કિશોરીએ મેડિકલ ઓફિસર ડો. હેતલ પટેલને જણાવ્યું હતું કે, 6 મહિના પહેલા સચિનમાં તે ડ્રેસ સિવડાવવામાં ગઈ હતી. જ્યાં એક મહિલા તેના સંપર્કમાં આવી હતી. મારી સાથે ચાલ હું તને દીકરીની જેમ રાખીશ એમ કહીં કંઈક સુધાડી દેતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં મહિલાના ઘરે ભાનમાં આવી હતી. જ્યાં 5 દિવસ એ મહિલાએ રાખી હતી. ત્યારબાદ એ મહિલાએ 70 હજાર લઈ મને હરીશ સાથે મોકલી આપી હતી. જ્યાં 6 મહિના હરીશના ઘરે રહી હતી. હરીશે 6 મહિનામાં 3-4વાર મારી મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *