અગાઉ લાંચ લેતા પકડાયેલા આ અધિકારી પાસે નીકળી અધધ મિલકત- ACBએ ફરીથી પકડ્યો

સુરત મહાનગરપાલિકાના મદદનીશ ઈજનેર સામે આવક કરતાં વધુ સંપતિનો કેસ નોંધાયો છે. 2016માં લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારી સામે એસીબી(ACB)એ આવક અને સંપતિની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી પાસેથી 61.59 ટકા એટલે કે આવક કરતાં 84 લાખથી વધુની સંપતિ મળી આવી હતી. જેથી એસીબી(ACB)એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પહેલા પણ 25 હજારની લાંચમાં પકડાયો હતો

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં વર્ષ 15 ફેબ્રુઆરી 2016માં ફરજ બજાવતા રાજેશ પટેલે બાંધકામનો અભિપ્રાય આપવા માટે 25 હજારની લાંચ લીધી હતી. જેમાં ફરિયાદી રૂપિયા આપવા ન માંગતો હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ આરોપી રાજેશ પટેલને 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં. એસીબીમાં રાજેશ પટેલ ઝડપાતા જે તે વખતે પાલિકાએ સસ્પેન્ડ પણ કર્યા હતાં. જો કે છેલ્લા બે વર્ષથી તેઓ કતારગામ ઝોનમાં મદદનીશ ઈજનેર તરીકે ફરી ફરજ બજાવતાં હતાં.

તપાસમાં ઘણીબધી બેનામી સંપતિ મળી આવી

એસીબીએ લાંચ લેતા ઝડપ્યા બાદ રાજેશ પટેલ વિરૂધ્ધ આવક અને સંપતિની તપાસ હાથ ધરી હતી. એસીબીના એન.ડી.ચૌહાણની તપાસમાં રાજેશ પટેલની સેવા,પગારભથ્થા,મિલકત સ્થાવર અને જંગમની વિગતો મેળવવામાં આવી હતી. આ તમામ કેલ્ક્યુલેશનના અંતે રાજેશ પટેલની આવક કરતાં 84 લાખ 74 હજાર 672ની સંપતિ વધુ મળી આવી હતી. જે ટકાવારીમાં 61.59 ટકા વધુ છે. જેથી તેમની સામે એસીબીએ આવક કરતાં વધુ સંપતિનો કેસ નોંધીને રાજેશ પટેલની ધરપકડ કરી છે.

લંચથી ભેગા કરેલા રૂપિયાના જમીન, મકાન, વાહનો વસાવ્યાં હતા

રાજેશ પટેલની સંપતિની એસીબી(ACB- એન્ટી કરપ્સન બ્યુરો)એ કરેલી તપાસમાં બરબોધન ગામમાં લીધેલી ખેતીની જમીન,ફ્લેટ,મકાન,બે ફોર વ્હિલર,ટુ વ્હિલર, પોતાના અને પરિવારના બેંક અને પોસ્ટમાં રોકેલા નાણાં,એલઆઈસી વગેરે બેનામી સંપતિઓ મળી આવી હતી. જેનો યોગ્ય ખુલાસો તક મળ્યા બાદ પણ રાજેશ પટેલ કરી શક્યા નહોતા. એસીબીના એસીપી એનપી ગોહિલે જણાવતા કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓને સંપતિ લેતા અગાઉ અથવા પછી સરકારમાં જાણ કરવાની હોય જે રાજેશ પટેલે કરી નહોતી.

એસીબી(ACB- એન્ટી કરપ્સન બ્યુરો)ની મદદ કરવા આહ્વાન

એસીબી(ACB- એન્ટી કરપ્સન બ્યુરો)ના એસીપી(ACP-આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) એનપી ગોહિલે જણાવતા કહ્યું હતું કે, રાજેશ પટેલના કેસ સહિત કોઈ પણ અધિકારીની સંપતિ કે લાંચ અંગે જાણ થાય તો ઝડપથી એસીબીનો સંપર્ક કરી શકાશે. જેથી એસીબીને તપાસમાં સહકાર મળી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *