હાલ 600 રૂપિયે મળતું ઈન્ટરનેટ આ કારણે ટૂંક જ સમયમાં થઈ જશે 10 ગણું મોંઘુ. જાણો અહીં

ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશકર્તા છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરમાં સૌથી સસ્તું મોબાઈલ ડેટા રેટનો ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ હવે આવું નહિ બંને. થોડા સમયમાં જ…

ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશકર્તા છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરમાં સૌથી સસ્તું મોબાઈલ ડેટા રેટનો ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ હવે આવું નહિ બંને. થોડા સમયમાં જ ઈન્ટરનેટના ભાવમાં 10 ગણો વધારો થવાનો છે. હાલ દેશમાં મોબાઈલ યુઝર 4G ડેટાનો 3.5 રૂપિયા પ્રતિ GBના રેટથી ઉપયોગ કરી રહ્યા છે. હવે ટેલીકોમ ઓપરેટર આ મિનિમમ રેટ અથવા ફ્લોર રેટને વધારવાની માંગ કરી રહ્યા છે.

જો ટેલીકોમ કંપનીઓની વાત માની લેવામાં આવે તો મોબાઈલ ઈન્ટરનેટના ભાવ 5થી 10 ગણો વધારો થઇ જશે. દેવામાં ડૂબેલી વોડાફોન-આઈડિયાએ ડેટાના ન્યૂનતમ રેટને 35 રૂપિયા પ્રતિ GB કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે એરટેલે આ મૂલ્યને 30 રૂપિયા પ્રતિ GB અને રિલાયન્સ જિયોએ તેને 20 રૂપિયા પ્રતિ GB કરવાની માગ કરી છે.

NITI આયોગના CEO અમિતાભ કાંતે મોબાઈલ કોલ અને ડેટા માટે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાનું સમર્થન કર્યું છે. કાંતે કહ્યું છે કે, દેવામાં ડૂબેલા ટેલીકોમ સેક્ટર માટે અન્ય કોઈ વિકલ્પ નથી. કાંતે આ નિવેદન ત્યારે આપ્યું છે, જ્યારે NITI આયોગે આ મામલા પર TRAIના આધિકારિક જવાબમાં ખચકાટ દર્શાવ્યો હતો.

હાલ ટેલીકોમ કંપનીઓ ડેટા રેટ નક્કી કરવા માટે આઝાદ છે, પરંતુ કોમ્પિટીશનને કારણે આ કંપનીઓએ રેગ્યુલેટરી ઓથોરિટીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું છે. હાલ સૌથી સસ્તા ડેટા એટલે કે 3.5 રૂપિયા પ્રતિ GB, 599 રૂપિયાના પ્લાનમાં આપવામાં આવી રહ્યું છે. તે 84 દિવસની વેલિડિટીનો પ્લાન યુઝરને દરરોજ 2GB ડેટા 4G સ્પીડ પર આપે છે.

જો ટેલીકોમ કંપનીઓની માંગ માનીને ડેટા 20-35 રૂપિયા પ્રતિ GB કરી દેવામાં આવે તો આ જ પ્લાન 3360-5880 સુધી પહોંચી જશે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) આ મામલામાં તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. જોકે, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ન્યૂયતમ રેટ નક્કી કરવા પાછળના પગલાં અંગે જણાવ્યું હતું. CCIનું જણાવું છે કે, આવું કરવાથી બજારમાં કોમ્પિટીશન પર ખરાબ અસર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *