આ બ્લડગ્રુપના લોકોમાં ઝડપથી પ્રવેશી શકે છે કોરોના વાઈરસ, તમારુ લોહી તો આ ગ્રુપમાં નથી ને?

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે.

‘A’ બ્લડગ્રુપનાં લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ

ચીનના હુવેઇ પ્રાંત જિનઇંતાન હોસ્પિટલના રિસર્ચમાં નવો ખુલાસો થયો છે કે, કયા બ્લડ ગ્રુપના વ્યક્તિઓને કોરોના વાયરસ થવાનો ખતરો વધારે હોય છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, બ્લડ ગ્રુપ A ધરાવતા લોકો કોરોના વાઈરસની ઝપેટમાં જલ્દીથી આવી જાય છે. પરંતુ બ્લડ ગ્રુપ O ને પ્રભાવિત થવામાં થોડો વધુ સમય લાગે છે. એટલે કે, ‘O’ બ્લડગ્રુપવાળાની તુલનામાં ‘A’ બ્લડગ્રુપનાં લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ છે. ચીનના વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ વુહાનમાં કર્યો છે.

મૃત્યુ પામેલ લોકોમાં 41 ટકા લોકો બ્લડ ગ્રુપ એ ધરાવતા હતા

મળતી માહિતી અનુસાર, આ સમાચાર બ્રિટીશ અખબાર ડેલી મેલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. વુહાનમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસથી પ્રભાવિત 2173 લોકો પર અભ્યાસ કર્યો. તેમાંથી 206 લોકોના મોત કોરોના વાઈરસના કારણે થયા છે. કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા 206 લોકોમાંથી 85 લોકોનું બ્લડ ગ્રુપ એ હતું. એટલે કે લગભગ 41 ટકા લોકો બ્લડ ગ્રુપ એ ધરાવતા હતા. જ્યારે 52 લોકોનું બ્લડ ગ્રુપ ઓ હતુ. એટલે કે આશરે 25 ટકા લોકો બ્લડ ગ્રુપ ઓ ધરાવતા હતા.  રિસર્ચમાં સામેલ કરવામાં આવેલા તમામ લોકોમાંથી બ્લડ ગ્રુપ એના 38 ટકા લોકો પ્રભાવિત થયા હતાં, જ્યારે બ્લડ ગ્રુપના ફક્ત 26 ટકા લોકો જ આ કોરોના વાઈરસથી પ્રભાવિત થયા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિસર્ચર્સે પોતાના રિસર્ચના પરિણામથી એ તારણ કાઢ્યું છે કે બ્લડ ગ્રુપ ઓના કોરોના વાઈરસથી મરવાની આશંકા અન્ય બ્લડ ગ્રુપ કરતાં ઓછી છે. સાથે જ આ લોકો પ્રભાવિત પણ ઘણા સમય પછી થાય છે. સાથે જ બ્લડ ગ્રુપ એ વાળા લોકોના કોરોના વાઈરસના કારણે મરવાની આશંકા વધુ છે.

બ્લડ ગ્રુપ એ હોય તો પરેશાન થવાની જરૂર નથી

રિસર્ચ વેજ્ઞાનિક ગાઓ યિંગદાઇએ લોકોને સહાનુભુતી આપતા કહ્યું કે, જો તમારુ બ્લડ ગ્રુપ એ હોય તો પરેશાન થવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે, 100 ટકા કોરોનાથી તમે પ્રભાવિત થઇ જ જશો. બ્લડ ગ્રુપ ઓ વાળા પણ બેદરકાર ન બને. તેની પહેલાં પણ અનેક રિસર્ચ કરવામાં આવ્યા છે કે બ્લડ ગ્રુ એ,બી અને એબી વાળા લોકોને બ્લડ ગ્રુપ ઓની તુલનામાં હ્રદયની બિમારીઓ થવાનો ખતરો વધુ રહે છે. રિસર્ચર્સે કહ્યું કે જો વધુ લોકો પર આ રિસર્ચ કરવામાં આવે તો વધુ સચોટ આંકડા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *