અમેરિકામાં સૌથી વધારે મોત 9/11 ના આતંકી હુમલામાં થઇ હતી પરંતુ કોરોનાવાયરસ ના કારણે થઈ રહેલા મૃત્યુ એ એ આંકડાને પાછળ છોડી દીધો છે. 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલામાં સરકારી રેકોર્ડ અનુસાર 2977 મૃત્યુ થયા હતા.
11 સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકા પર આતંકી સંગઠન અલકાયદાએ જે હુમલો કર્યો હતો તે આત્મઘાતી હુમલાઓ ની શૃંખલા હતી.આ જ દિવસે 19 અલકાયદા આતંકવાદીઓએ ચાર વિમાનોનું અપહરણ કરી બે વિમાનોને વર્લ્ડ ટ્રેડ સેંટર ન્યુયોર્ક શહેરના ટ્વીન ટાવર સાથે ટકરાવી દીધા હતા. જેનાથી વિમાનમાં સવાર તમામ લોકો તથા ઓફીસ અંદર કામ કરી રહેલ અન્ય લોકો અનેક લોકો પણ મૃત્યુ પામ્યા હતા. બંને મોટી ઇમારતો બે કલાકની અંદર પડી ચૂકી હતી. ત્યાં સુધી કે તેની આસપાસ આવેલી ઈમારતો પણ તબાહ થઇ ચૂકી હતી અને બીજી ઇમારતોને પણ મોટાપાયે નુકસાન થયું હતું.
Daily mail યુએસની ખબર અનુસાર, તે આતંકી હુમલામાં મરનારા લોકોની સંખ્યા થી વધારે મૃત્યુ કોરોનાવાયરસ ના કારણે થયા છે. ફક્ત સોમવારના એક દિવસે જ રેકોર્ડ બ્રેક 541 મૃત્યુ અમેરિકામાં થયા.આજ રીતે ૧૦ માર્ચે કોરોનાવાયરસ ના કારણે જ્યાં પાંચ મૃત્યુ થયા હતા ત્યાં 30 માર્ચ સુધી આ મોતની સંખ્યા વધી 3050 થઈ ગઈ.
આ મહામારીથી થઇ રહેલ મૃત્યુ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનો જનતાને અપીલ કરતા કહ્યું કે હવે આપણું ભવિષ્ય આપણા હાથોમાં જ છે. હવે આ આપણી પસંદગી છે કે સામાજિક અંતર ની ગાઈડલાઈન નું પાલન કરી આ વાઇરસને કરાવીએ અથવા એવું ન કરતા આ વાઇરસ સામે હાર માની લઈએ.
માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં આવનારા સ્વતંત્રતા દિવસ ૪ ઓગસ્ટ સુધી 82141 મૃત્યુ થઇ શકે છે. આ સમય સોમવાર સુધી 164000 કેસ કોરોના સંક્રમિત લોકોની સામે આવી ચૂક્યા છે. સોમવારના રોજ તેમાં વીસ હજાર રેકોર્ડ કેસ વધ્યા છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/