અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં થી પસાર થઇ રહ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેર તો જાણે તો કોરોના નુ એપીસેન્ટર બન્યું છે. અમદાવાદ શહેરમાં ૫૮કેસો નોંધાતા રાજ્ય આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વધતા કેસો એ અમદાવાદીઓની પણ ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં કોરોનાના કેસો એ ૨૫૦નો આંકડો પાર કરી દીધો છે. હવે કોરોનાના કુલ કેસોનો આંક ૨૮૧ સુધી પહોંચ્યો છે.આ ઉપરાંત અમદાવાદમાં કોરોના એ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે જેના લીધે રાજ્યમાં કોરોના નો મૃત્યુઆંક વધીને ૧૭ થયો છે. એક જ દિવસમાં ૯૫ કેસ નોંધાયા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે જેના લીધે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે.
દરિયાપુર જમાલપુર દાણીલીમડા અને શાહપુરમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. આજે નોંધાયેલા કેસો માં સૌથી વધુ કેસો લઘુમતી પ્રભાવિત ધરાવતા કોટ વિસ્તારમાંથી નોંધાયા છે.આ ઉપરાંત શહેરના થલતેજ, મણીનગર, ઘોડાસર અને જોધપુરમાં પણ નવા કેસો નોંધાયા છે અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસોનો આંક ૧૪૨ થયો છે. અમદાવાદમાં કોરોનાને કારણે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક ૪૭ વર્ષના પુરુષ નું કોરોના ને લીધે મૃત્યુ થયું હતું. મૃતક હાઈપર ટેન્શનની બીમારી પણ પીડિત હતા. અમદાવાદમાં કોરોનાનો. મૃત્યુઆંક ૬ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોના કોરોના ના કારણે મોત થયા છે.
આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ એ જણાવ્યું કે, અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી છે અને વધુમાં વધુ લોકો ના સેમ્પલ લઇ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પાટણમાં એક જ પરિવારના સાત લોકોને કોરોના નો ચેપ લાગ્યા હોવાની વાત બહાર આવી છે. આ કારણોસર કોરોના ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાતના આ જિલ્લાઓ હજુ પણ કોરોનાથી સલામત
અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, દ્વારકા, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ, ડાંગ
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news