દેશભરમાં સામાજિક અંતર બનાવવાનો પાલન ન કરવા વાળા લોકો પર કાર્યવાહી થઈ રહી છે. આ તમામ વચ્ચે કાનપુરના ભાજપ સાંસદ સત્યદેવ પચોરી નો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સામાજિક અંતર રાખવાના lockdown ના નિયમ ના લીરેલીરા ઉડાડતા દેખાઈ રહ્યા છે. વાયરલ તસવીરોમાં દેખાય રહેલા લોકો ભાજપ સાંસદ ના સમર્થકો છે.
કોરોનાવાયરસ ને લઈને દેશભરમાં lockdown છે લોકો ઘરમાં રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે બધા લોકોને કડકાઈથી સામાજિક અંતર બનાવી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. એકબીજાથી કમસેકમ એક મીટરનું અંતર રાખીને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ આ તમામ વચ્ચે કાનપુરના ભાજપ સાંસદ સત્યદેવ પચોરીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં સાંસદ સહિત 24 લોકો દેખાઈ રહ્યા છે. જેઓ એક ચોકીમાં ૨૯ જેટલા બટેકા લઈને એક તપેલામાં નાખી રહેલા હોય તેવો ફોટો પડાવી રહ્યા છે. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું નથી.
कानपुर में 24 बीजेपी नेताओं और 29 आलू के साथ सोशल डिस्टेंसिंग को भट्टी में डालते सांसद जी ! #SocialDistancing @Uppolice @CMOfficeUP @PMOIndia pic.twitter.com/5OxDlcJXJl
— Aashish Yadav (@aashishsy) April 13, 2020
સાંસદ સત્યદેવ ના ફોટો પર સોશિયલ મીડિયામાં અલગ અલગ કોમેન્ટ આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે, સામાજિક અંતરનું સૌથી ઉત્તમ ઉદાહરણ. જ્યારે એક યુઝરે લખ્યું કે, બીજેપીના તો 100 ખૂન માફ. અમુક યુઝરે લખ્યું કે, શરમ કરો સાંસદ જી. એક યૂઝરે તો વ્યંગ કરતા લખ્યું કે, અમેરિકા અને ઇટલી માટે એક સાથે ખાવાનું બની રહ્યું છે કે શું?
ભાજપ સાંસદ સત્યદેવ પચોરીના ફોટા પર ટ્ર્રોલર્સ મજા લઇ રહ્યા છે. ટ્વિટર પર એક યૂઝરે લખ્યું કે, લાગે છે કે જ્યારે ભગવાન સામાન્ય બુદ્ધિ નું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે આ લોકો બહાર ચાલ્યા ગયા હશે. એક વ્યક્તિએ લખ્યું કે, કેમ આ લોકોને બટાકા ની સાથે બાફી નાખવામાં ન આવે? આપણે નહીં તો કઈ નહી ચીનને કામમાં આવેત. સમાજના સાચા દુશ્મનો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news