કોરોના વાયરસની મહામારી પછી આપવામાં આવેલા દેશ વ્યાપી લોકડાઉનના પગલે અનેક લોકો જેતે સ્થળે ફસાયેલા છે, જે લોકો પોતાના ઘરમાં આરામ કરતા રહીને પણ લોકડાઉનથી કંટાળી ગયા હોય એને પ્રેરણા મળે એવી વાત એ છે કે લોકડાઉન પહેલા પરણવા ગયેલી એક જાન 24 દિવસથી રોકાઇ ગઇ છે આથી દુલ્હન અને દુલ્હાની શાદી દુસ્વપ્ન જેવી બની ગઇ છે. જાનૈયાઓને એક શાળામાં રાખવામાં આવ્યા છે જયાં તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના બિહાર રાજયના છપરા વિસ્તારની છે.
પશ્ચિમ બંગાળના બંદિલ જંકશનથી ફિરોજ અખતરની જાન સારણ પાસે આવેલા ઇનાયતપુર ગામ આવી હતી. લગ્ન તો ધામધૂમથી થઇ ગયા પરંતુ દુલ્હન લઇને પરત ફરવાનો સમય થયો ત્યારે 23 માર્ચના રોજ લોકડાઉન જાહેર થતા હજુ સુધી પાછા આવી શકયા નથી, પરણવા આવેલા જાનૈયાઓ અને અન્ય સગાઓએ ખૂબ વિનંતી કરી પરંતુ પ્રશાસન દ્વારા આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. શરુઆતમા તો જાનૈયાઓ માટે અને ખાસ કરીને દુલ્હા –દુલ્હન માટે આઘાતજનક હતું પરંતુ હવે ટેવાઇ ગયા છે.
14 એપ્રિલ પછી લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવતા હજું તેમણે રોકાવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. લોક ડાઉન લંબાવાતા તેઓ અકળાઇ રહયા છે પરંતુ કોઇ ઉપાય સુઝતો નથી. ગામના લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 24 દિવસથી 36 જાનૈયાઓને આતિથ્ય ભાવનાથી રાખ્યા છે તેમને કોઇ તકલીફ પડવા દેતા નથી પરંતુ આવી પરીસ્થિતિમાં મુકાવું પડશે એવું કોઇએ વિચાર્યુ ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news