આ સમયે આખી દુનિયા કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ લડી રહી છે અને મોટાભાગના દેશોમાં lockdown ચાલી રહ્યું છે. Lockdown ના કારણે વિશ્વના સાથે ભારત પર પણ ભયંકર આર્થિક મંદીના વાદળો છવાયેલા છે. એવામાં યુએનની જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દેશની મુશ્કેલી વધારે વધી શકે છે.
Lockdown સામે ઝઝૂમતા દેશોને આર્થિક મંદીથી બચાવવા રાખવા માટે નરેન્દ્ર મોદી સરકાર દરેક સંભવ પ્રયત્નો કરી રહી છે. જોકે આ પ્રયત્ન બાદ પણ દેશની અર્થવ્યવસ્થા પર કોરોના નો ખરાબ અસર થયો છે.યુએનના એક રિપોર્ટ અનુસાર કોરોના ને કારણે લગભગ 10 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે ચાલ્યા જશે. તેનું સૌથી મોટું કારણ આખા દેશમાં આર્થિક ગતિવિધિઓનું પૂરી રીતે રોકાઈ જવું જણાવવામાં આવ્યું છે.
યુએનના શોધ કરતા હોય કોરોનાવાયરસ ને લઈને જે lockdown થયું છે તેના પર હાલમાં જ એક વિશ્લેષણ કર્યું છે.તેના આધારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં ૧૦ કરોડથી વધારે લોકો વિશ્વ બેંક દ્વારા નિર્ધારિત ગરીબી રેખાથી નીચે ચાલ્યા જશે . તેનો સીધો અર્થ એ થયો કે ખૂબ ગરીબીમાં જીવવા માટે મજબૂર થશે. યુએનના અનુસાર અત્યારે જે લોકો રોજ 245 રૂપિયા કમાય છે તેમણે ગરીબી રેખાથી નીચે રાખવામાં આવે છે.
ભારતમાં લગભગ ૬૦ ટકા વસ્તી ગરીબી રેખાથી નીચે ચાલી રહી છે. જો આવું થશે તો ભારતમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૯૦ કરોડ ને પાર થઇ જશે. સંશોધનમાં જેનું કારણ કોરોનાવાયરસ ના કારણે થયેલી પરિસ્થિતિને જણાવવામાં આવ્યું છે. જે ૬૦ ટકા ભારતીય અત્યારે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તે વધીને ૬૮ ટકા સુધી પહોંચી શકે છે.જણાવી દઈએ કે એક દશક પહેલાં ભારતની આવી સ્થિતિ હતી પરંતુ સરકારના પ્રયાસો બાદ ગરીબી રેખાથી બહાર આવનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.
રિપોર્ટમાં આ પણ જણાવવામાં આવ્યું છે કે ગરીબી ઓછી કરવા માટે સરકારે વર્ષોના પ્રયત્નો ને ફક્ત થોડા મહિનાઓમાં ઊંડો ધક્કો પહોંચાડ્યો છે.
જણાવી દઈએ કે વિશ્વ બેંક દેશને ચાર વ્યાપક શ્રેણીમાં વર્ગીકૃત કરે છે.જેના આધારે તેમને ત્રણ ગરીબી રેખા નીચે વહેંચવામાં આવે છે. ભારતની મધ્ય આવક વર્ગ શ્રેણી વાળા દેશમાં આવે છે.
એવો દેશ જ્યાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 78,438 રૂપિયાથી લઇને ત્રણ લાખ રૂપિયા વચ્ચે છે. હવે આ દેશોમાં પ્રતિદિવસ 245 રૂપિયાથી ઓછું કમાનાર લોકોને ગરીબી રેખાથી નીચે માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news