લોકશાહીમાં નેતાઓ મહત્વનો ભાગ ભજવે છે. લોકો નેતાઓને ચૂંટે છે અને બદલામાં નેતા પ્રજાના કામ કરે છે. નેતાઓ પ્રજાના પ્રતિનિધિ કહેવાય છે. પ્રજા માટે કાયદા ઘડે, પ્રજાના હિતમાં નિર્ણયો લે છે. માટે એક નેતા હંમેશા શિક્ષિત હોવો જોઈએ. ચાલો આપણે જાણીયે કે ગુજરાતનાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી સહિતના તમામમહત્વના ખાતા સંભાળતા મંત્રીઓ કે જે આપડા મહત્વના નિર્ણયો લે છે, તેઓ કેટલું ભણેલા છે.
1) વિજય રૂપાણી – મુખ્યમંત્રી
વિજય રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મંત્રી છે. મુખ્યમંત્રી રાજ્યના વડા કહેવાય છે. મહત્વના નિર્ણયો લે છે. વિજય રૂપાણીએ આર્ટસમાં સ્નાતક ડિગ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી LLB કરેલું છે.
2) નીતિનભાઈ પટેલ – નાયબ મુખ્ય મંત્રી
નીતિનભાઈ પટેલ ગુજરાતનાં ઉપમુખ્ય મંત્રી હોવાથી તેમનું પણ સ્થાન અતિ મહત્વનું છે. તેઓ 12 પાસ કરીને Bcom ના બીજા વર્ષ સુધી ભણ્યા. ત્યાર બાદ ભણવાનું છોડી દીધું. તેઓ સ્વાસ્થ્ય વિભાગ પણ સંભાળે છે.
3) આર સી ફળદુ – કૃષિ મંત્રી
રણછોડભાઈ ચનાભાઈ ફળદુ ગુજરાતનાં કૃષિ મંત્રી છે. તેમણે 10 ધોરણ સુધીનો અભ્યાસ રાજકોટની વિરાણી સાયંસ કૉલેજ(પૂર્વે SSC શાળા) થી કર્યો છે.
4) ભુપેન્દ્રસિંહ ચુડાસમા – શિક્ષણ મંત્રી
તેઓ ગુજરાતનાં શિક્ષણ મંત્રી છે. તેમણે પોતે બી.એ., એલ.એલ.બી. અને બી.એડ નો અભ્યાસ કરેલો છે. તેઓ ગુજરાત રાજ્યના મંત્રીઓમાં સૌથી વધુ ભણેલા નેતા છે.
5) કૌશિક પટેલ – મહેસુલ મંત્રી
કૌશિક પટેલ મહેસુલ મંત્રી છે. જેઓ 10 પાસ છે. તેમણે શેઠ .બી.જે. મેહતા મોડર્ન સ્કૂલ થી અભ્યાસ કર્યો છે.
6) સૌરભ પટેલ – ઉર્જા મંત્રી
સૌરભ પટેલ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી છે. તેમણે અમેરિકાથી MBA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
7) ગણપત વસાવા – આદિવાસી વિકાસ મંત્રી
ગણપત વસાવા ગુજરાતના આદિવાસી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. તેઓએ ગુજરાત યુનિવર્સીટીથી એમ.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
8) જયેશ રાદડિયા – ખાદ્ય મંત્રી
જયેશ રાદડિયાએ એમ.એસ. યુનિવર્સીટીથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે.
9) દિલીપકુમાર ઠાકોર :- રોજગાર મંત્રી
દિલીપ કુમાર ઠાકોરે 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
10) ઈશ્વરભાઈ પરમાર – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
ઈશ્વરભાઈ પરમાર 10 ધોરણ પાસ છે. તેઓ એ 12 કોમર્સ સુધી અભ્યાસ કર્યો પરંતુ 12મુ ધોરણ નાપાસ થયા.
11) કુંવરજી બાવળીયા :- પાણી પુરવઠા મંત્રી
કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવીને સીધા કેબિનેટમાં મંત્રી બન્યા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી થી બીએસસી અને બીએડ ની ડિગ્રી ધરાવે છે.
12) જવાહર ચાવડા – પર્યટન મંત્રી
જવાહર ચાવડા રાજકોટ કોલેજથી 10 ધોરણ પાસ છે. જવાહર પણ કુંવરજી માફક આયાતી મંત્રી છે, તેઓ પહેલા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવીને સીધા કેબિનેટમાં મંત્રી બન્યા.
13) પ્રદીપ સિંહ જાડેજા- ગૃહ રાજ્ય મંત્રી
પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત યુનીવર્સીટીથી બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગૃહ રાજ્યમંત્રી છે.
ઉપરોક્ત માહિતી આ નેતાઓના ચૂંટણીના સોગંદનામાં માં આપેલી વિગતો પરથી લેવામાં અવી છે. જે myneta.info નામની વેબસાઈટ પર રજુ કરાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news