ચીનના વુહાન શહેર થી શરૂ થયેલ કોરોનાવાયરસ નો કહેર આખી દુનિયામાં ચાલી રહ્યો છે તો ચીનમાં પણ પરિસ્થિતિ પહેલાથી સારી દેખાઈ રહી છે.એવામાં ચીન સરકારે લોકોને lockdown માં ઢીલ આપવાની શરૂ કરી છે જેથી કેટલાક જરૂરી કામ ધીમે ધીમે શરૂ થઈ શકે. આ વચ્ચે ચીની એક ફેક્ટરીના અનોખા ફોટોગ્રાફ સામે આવ્યા છે. જેમાં લોકો વિચિત્ર પ્રકારના ખેલ કરતા નજર આવી રહ્યા છે.
આ રમતનું નામ રાખવામાં આવ્યું હતું કિસિંગ કોન્ટેસ્ટ. આ કિસિંગ કોન્ટેસ્ટની તસવીરો ઈન્ટરનેટ માં ખૂબ વાયરલ થઇ રહી છે.બીજી તરફ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
#China A furniture factory in Suzhou, Jiangsu had a “Kissing Contest” to celebrate the factory resuming work.
The organisers said this event can help the factory workers relax & there’s a transparent glass between the kissers.
Allegedly some of the participants are not couples. pic.twitter.com/9BWWpBkaAs
— W. B. Yeats (@WBYeats1865) April 19, 2020
જણાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં કોરોનાવાયરસનો ફેલાવો ઓછો થયા બાદ ચીન સરકારે lockdown માં થોડી ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત ચીનના સુજઉં શહેરમાં એક ફેક્ટરી બીજી વખત ખૂલવાથી કર્મચારીઓએ વિચિત્ર પ્રકારથી તેની ઉજવણી કરી.લોકોએ કિસિંગ કોન્ટેસ્ટનું આયોજન કર્યું જેમાં કર્મચારી એકબીજાને કિસ કરતા દેખાયા.જોકે કર્મચારીઓ વચ્ચે આ દરમિયાન કાચ રાખવામાં આવ્યો હતો.
તેમજ સોશિયલ મીડિયા પર સતત લોકો આવા પગલાની આલોચના કરી રહ્યા છે.ઘણા લોકોનું કહેવું છે કે જ્યાં ચીન સરકારે યોગ્ય અંતર રાખવા ની શરત પર lockdown માં છૂટછાટ આપી છે તોઆ ફેક્ટરીના કર્મચારીઓ પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા નજર આવી રહ્યા છે.તસવીરોમાં સાફ રીતે નજર આવી રહ્યું છે કે કઈ રીતે લોકો કિસિંગ કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ દરમિયાન તેમણે ફેક્ટરી કર્મચારી ના કપડા પહેરેલા છે.
Global timesનું કહેવું છે કે આ કિસિંગ કોન્ટેસ્ટ કારખાનાના ફરી શરૂ થવાની ખુશીમાં રાખવામાં આવ્યો છે.આ મામલે ફેક્ટરીના માલિક નું કહેવું છે કે અમે કિસિંગ કોન્ટેસ્ટ દરમ્યાન જોખમ ઓછું કરવા માટે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કાચ રાખ્યો છે.ફેક્ટરીના માલિકે સફાઇ આપતા કહ્યું કે પ્રતિસ્પર્ધીઓ માંથી કેટલાક વિવાહિત કપલ છે જે કારખાનામાં એકસાથે કામ કરી રહ્યા છે.આ મહામારી ને લીધે ઘણા લોકો ખૂબ તણાવનો સામનો કરી રહ્યા હતા જેના કારણે તેમને ખુશ કરવા માટે કિસિંગ કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news