પીએમ મોદીની દેશના મુસ્લિમોને અપીલ: ઇદ પહેલા કોરોનાથી મુક્ત થવા કરો આ કામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના દર રવિવારના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે દેશના લોકો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના દર રવિવારના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે દેશના લોકો સાથે કોરોનાવાયરસ વિશે વાત કરી. આ સાથે જ તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને રમજાન દરમિયાન વધુ પૂજા(ઈબાદત) કરવા પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે મુસ્લિમોએ પહેલા કરતા વધારે પ્રાર્થના કરવી જોઈએ જેથી ઈદ પહેલા વિશ્વ કોરોનાવાયરસ (COVID -19) ના પ્રકોપથી ભારત અને દુનિયા મુક્ત થઇ જાય.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, દેશનો દરેક નાગરિક કોરોના સામેની લડાઈમાં સૈનિક છે અને આ લડતમાં તેઓ જ નેતૃત્વકર્તા છે. આ મુશ્કેલ સમયમાં, આખો દેશ એક સાથે આગળ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરી રહી છે. લાગે છે કે સમગ્ર દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે. કેટલાક ગરીબોને ખવડાવી રહ્યા છે તો કેટલાક જરૂરતમંદોને મદદ કરી રહ્યા છે અને મફતમાં શાકભાજી આપી રહ્યા છે. લોકોની આ ભાવનાને હું સલામ કરું છું. કોરોના સામેની આપણી લડા પ્રજા સંચાલિત છે.

આ સાથે પીએમ મોદીએ માસ્કની જરૂરિયાત વિશે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે હવે માસ્ક જીવનનો ભાગ બની ગયા છે કારણ કે આ સમયે માસ્ક પોતાને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્લામ કેલેન્ડર મુજબ વર્ષનો નવમો મહિનો રમઝાન છે. આ વર્ષે, રમઝાનનો આ શુભ મહિનો તાજેતરમાં શરૂ થયો છે. રમજાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપવાસ રાખે છે અને નમાઝ પણ અદા કરે છે. બધા મુસ્લિમો રોઝા સાથે કુરાન વાંચે છે. મુસ્લિમ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, “રમઝાનના શુભ મહિનામાં, અલ્લાહ અગણિત દુખના દરવાજા બંધ કરે છે, અને જન્નતના દરવાજા ખોલે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *