મુખ્યમંત્રીએ કહ્યું, PM મોદીએ અમને મીટીંગમાં કહ્યું છે કે ૩ મે પછી લોકડાઉન…

કોરોનાવાયરસ સંકટ અને lockdown ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. સૂત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે lockdown ખોલવાને લઈને રાજ્યે નીતિ તૈયાર કરવી પડશે. રાજ્યો પોતાની નીતિ તૈયાર કરે તે કઈ રીતે રેડ, ઓરેન્જ અને ગ્રીન અને ખોલવું છે.

બેઠક દરમિયાન નવ રાજ્યના મુખ્યમંત્રીઓ એ પોતાના વિચાર પ્રધાનમંત્રી સામે રાખ્યા. એમાંથી ચાર મુખ્યમંત્રીઓએ lockdown ને વધારવાની સલાહ આપી. જણાવી દઈએ કે કોના સંક્રમણને ફેલાવાથી રોકાવા માટે દેશભરમાં lockdown લગાડવામાં આવ્યું છે. આ લોક ડાઉન 3 મે સુધી ચાલુ રહેશે.

સુત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંકેત આપ્યા છે કે ૩ મે બાદ નિર્ણય થશે,જે વિસ્તારો વધારે પ્રભાવિત છે ત્યાં lockdown ચાલુ રહેશે જે રાજ્યોમાં પરિસ્થિતિ સારી છે, ત્યાં જિલ્લાવાર છૂટછાટ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાના મોરચા પર ચિંતા કરવાની જરૂર નથી. આપણી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.

મેઘાલયના મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી. અમે ત્રણ મેં બાદ પણ lockdown ચાલુ રાખવાની સલાહ આપી છે.મેઘાલયના એ જિલ્લાઓ જ્યાં કોરોનાવાયરસના મામલાઓ નથી આવ્યા, તે ગ્રીન ઝોનમાં ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *