મોદી સરકારે જાહેર કરી વિગતો- જાણો માલ્યા, મોદી, ચોકસી પાસેથી કેટલી રકમ વસુલી

હમણાં જ એક RTI ના જવાબમાં જાણવા મળ્યું કે RBI એ દેશના મોટા ઉદ્યોગપતિઓના 68,000 કરોડ રૂપિયા કરતા વધારેનું દેવું માફ કર્યું છે. આ ખુલાસો થતાની સાથે રાજકારણ પણ ગરમાયું છે. બેંકોને લોન નહીં ચૂકવનારા જે 50 મોટી દેવાદારો અને ભાગેડુઓના દેવા માફ કરવામાં આવ્યા છે, તેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કાલે આકરા પ્રહારો કર્યા છે. આ ભાગેડુઓ BJP ના મિત્રો હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે. જે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આરોપનો જવાબ આપ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર પર રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર જણાવ્યું કે, તેમની સરકારે ડિફોલ્ટરો વિરૂદ્ધ એક્શન લઈને ઘણાં રૂપિયા વસૂલ્યા છે. આ માટે નાણાંમંત્રીએ મેહુલ ચોક્સી, નિરવ મોદીથી લઈને વિજય માલ્યા સુધીનો સંપૂર્ણ હિસાબ પોતાના ટ્વીટમાં આપ્યો છે.

મંગળવારે મોડી રાત્રે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. નાણામંત્રીએ નીરવ મોદી કેસની જાણકારી આપતા જણાવ્યું કે, સરકારે મોટું એક્શન લેતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની અંદાજે 2387 કરોડ રૂપિયા (1898 કરોડ જપ્ત અને 489.75 કરોડ સીઝ) કરેલી સ્થાવર-જંગમ સંપત્તિને સરકારે ટાંચમાં લીધી છે. જેમાં 961.47 કરોડ રૂપિયાની વિદેશી સંપત્તિ પણ સામેલ છે. નીરવ મોદી હાલ યુકેની એક જેલમાં હોવાનું પણ જણાવ્યું છે.

મેહુલ ચોક્સીને અંગે નાણામંત્રીએ આગળ જણાવ્યું કે, ચોક્સીની 1936 કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. જેમાં 67.9 કરોડ રૂપિયાની વિદેશી સંપત્તિ પણ સામેલ છે. આ સિવાય 597.75 કરોડની પ્રોપર્ટી સીઝ કરીને મેહુલ ચોક્સી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઈસ્યૂ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે એન્ટીગુઆમાં પણ એક અરજી સોંપવામાં આવી છે અને તેને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા થઈ રહી છે.

ઉદ્યોગપતિ વિજય માલ્યા પર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, અત્યાર સુધી વિજય માલ્યાની અંદાજે 8040 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ અને 1693 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માલ્યાને ભાગેડુ જાહેર કરીને તેની પ્રત્યાર્પણ અરજી પણ આપવામાં આવી છે.

તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે, આ મોદી સરકાર જ છે, જેણે વિલફૂલ ડિફોલ્ટર્સ પર એક્શન શરૂ કરી છે. અમારી સરકારે 9967 રિકવરી સૂટ અને 3515 FIR દાખલ કરી છે. આ સિવયા નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાના કેસોમાં અંદાજે 18332 કરોડ રૂપિયાની સંપતિ ટાંચમાં લીધી અથવા સીઝ કરવામાં આવી ચૂકી છે.

નાણામંત્રીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથ લેતા જણાવ્યું કે, તેમણે એ વાત પર આત્મચિંતન કરવાની જરૂર છે કે, તેમના કાર્યકાળમાં સિસ્ટમમાં સફાઈનું કામ તેઓ કેમ ના કરી શક્યા? તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે સત્તા અને વિપક્ષમાં રહી તે દરમિયાન ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે કોઈ પ્રતિબદ્ધતા નથી દાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *