કોરોના વોરીયર્સ પર હુમલો કરનારા પર કોંગ્રેસ સાશિત રાજ્યમાં વાતો ને બદલે થઇ કાર્યવાહી

રાજસ્થાનમાં કોરોના સંક્રમણની વૈશ્વિક આપદાને ધ્યાનમાં રાખતા રાજસ્થાન પોલીસ lockdown અને કર્ફ્યું નિયમોનું પાલન કડકાઈથી કરાવી રહી છે. આ દરમિયાન યોદ્ધાઓની સુરક્ષા પર પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે.કોરોના યોદ્ધાઓ સાથે દુર્વ્યવહાર ના મામલામાં હવે અત્યાર સુધી ૩૦૦થી વધારે અપરાધીઓને પોલીસ ગિરફ્તાર કરી ચૂકી છે. રાજસ્થાનમાં કોરોના સામે ની લડાઈના ગુણગાન પ્રધાનમંત્રી મોદી પણ ગઈ ચુક્યા છે.

૩૦૦થી વધારે લોકો ની ધરપકડ

એડિશનલ મહાનિર્દેશક પોલીસ અપરાધ(ગુના શાખા) બી એલ સોનીએ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના પોલીસ કર્મીઓ પોલીસ તેમજ સફાઈ વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ આમ લોકોની મહામારીથી બચાવવા માટે તત્પરતાથી કામ કરી રહ્યા છે. તેમની સાથે મારપીટની ઘટનાઓને કડકાઈથી જોવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી ૩૦૦થી વધારે લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. આ તમામ મામલાઓ નું i g રેંજ સ્તર સુધી સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યાલય પર મહાનિરીક્ષક ગુનાને આ જવાબદારી સોંપવામાં આવેલ છે.પ્રત્યેક જિલ્લામાં પોલીસ અધિકારીઓને નોડલ અધિકારી બનાવી તેના નામ અને મોબાઈલ નંબર જિલ્લા નિયંત્રણ રૂમમાં આપવામાં આવ્યા છે.

Lockdown ના 1810 કેસ નોંધાયા

પ્રદેશમાં lockdown ઉલ્લંઘન કરવા તેમજ સીઆરપીસીની ધારાઓનું ઉલ્લંઘન કરવા ૧૫ હજારથી વધારે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે.વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે lockdown આ નિયમનું ઉલ્લંઘન કરવા પર લગભગ 1810 કેસ નોંધી 4096 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

255 લોકો પર કેસ નોંધાયા

પોલીસે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવાના મામલામાં પણ કડક કાર્યવાહી કરતાં અત્યાર સુધી 182 કેસ નોંધી 255 લોકો વિરૂદ્ધ કેસ નોંધાયા છે.વગર કારણે ફરતા મળી આવેલ 2,24,001 થી વધારે વાહનોને એમવી એક્ટ અંતર્ગત ચલાન કાપી 1 લાખ 14 હજાર વાહનો જપ્ત કર્યા છે. અને 3 કરોડ 65 લાખ રૂપિયાથી વધારે દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાળાબજારી કરતા લોકો ઉપર પણ પોલીસની નજર છે. Lockdown દરમિયાન કાળાબજારી કરતા મળી આવેલ દુકાનદારો વિરુદ્ધ આવશ્યક વસ્તુ અધિનિયમ અંતર્ગત 113 કેસ નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *