તમે આ ચાઇનીઝ ફોન તો નથી વાપરતા ને? 24 કલાક તમારા ફોનના ડેટા ચાઇનાને પહોચાડે છે

તમે તમારા બેડરૂમમાં જે પર્સનલ વાતો કરો છો એ પણ તમારા સ્માર્ટફોનના કાનોથી બચેલી નથી. જી હા આવો જ કંઈ ખુલાસો દુનિયાના પ્રખ્યાત મેગેઝીન ફોર્બ્સ ના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.એક અનુભવી સાયબર રિસર્ચરે  જણાવ્યું છે કે redmi note 8 સ્માર્ટ ફોનમાં જે કંઈ પણ કરી રહ્યા હતા તે તમામ વસ્તુ રેકોર્ડ થઈ રહી હતી અને તે ડેટાને અન્ય ચીનની ચાઈનીઝ ટેકનોલોજી કંપની અલીબાબા દ્વારા કરવામાં આવેલ રીમોટ સર્વર પર મોકલવામાં આવી રહ્યું હતું જે xiaomi દ્વારા ભાડેથી લેવામાં આવ્યું હતું.

તમારા ફોનમાં તમામ વસ્તુ થાય છે રેકોર્ડ

અનુભવી સાયબર રિસર્ચરને રિસર્ચમાં માલૂમ પડ્યું કે દરેક રીતના કામ પર નજર રાખવામાં આવી રહી છે.તેમણે જ્યારે સ્માર્ટફોનના default બ્રાઉઝરના વેબપેજ પર સર્ચ કરવાનું શરૂ કર્યું તો તેમને માલુમ પડ્યું કે ત્યાં તેમની તમામ વેબસાઈટની ડેટાને રેકોર્ડ કરવામાં આવ્યો છે. એમાં મારા તમામ google સર્ચ એન્જિનનો પણ રેકોર્ડ હતો. આ ઉપરાંત જે પણ newsfeed મેં જોયો હોય તેનો પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો.

ડિવાઇસએ પણ રેકોર્ડ કરી રહ્યો હતો કે મે કયા ફોલ્ડરને ખોલ્યું અને કઈ સ્ક્રીન પર તેને swipe કર્યું. જેમાં status અને સેટિંગ પેજ સામેલ હતા.મારા તમામ ડેટા ને અહીંયાથી ઉઠાવીને સિંગાપુર અને રશિયામાં દૂર આવેલા સર્વરોને મોકલવામાં આવી રહ્યા હતા. જો કે જે વેબ ડોમેન નું હોસ્ટિંગ કરે છે તે બીજિંગમાં રજીસ્ટર હતા.

આ વચ્ચે ફોર્બ્સ અનુરોધ પર સાયબર સિક્યોરિટી રિસર્ચર andrew એ આગળ તપાસ કરી. તેમણે MI દ્વારા મોકલવામાં આવેલા વેબ બ્રાઉઝરને પણ તપાસ કર્યા. તો તેમને મળી આવ્યું કે તેઓ પણ એક જ ડેટા ને ભેગો કરી રહ્યા હતા.

વીડિયોમાં જુઓ કઇ રીતે થાય છે રેકોર્ડિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *